ગુજરાતના મા.ગૃહમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું.
તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ અમદાવાદ ના ઈસનપુર ખાતે સ્થિત મહેશ્વરી ભવન ખાતે આયોજીત એક ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના મા.ગૃહમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ૫૬ પાકિસ્તાની નાગરિકો ને સમ્માન અને વિશ્વાસ સાથે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું,
આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના મા.ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અમિતભાઈ શાહ, મા.ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, પાયાલબેન કુકરણી, દીનેશસિંહ કુશવાહ, જીલ્લા ના મા.કલેકટર, મા.મામલતદાર, મણીનગર વિધાનસભા ના મા.કોર્પોરેટરો સહિત ટીમ બીજેપી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,
આ ૫૬ પાકિસ્તાની નાગરિકો ને સરકાર તરફથી નોંધ થયેલ ભારતીય નાગરિકત્વ નું પ્રમાણપત્ર આપવામાં આવ્યા તે સમયે ગુજરાતના મા.ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્યો એ પોતાના ઉદ્બોધનમાં આ સત્કર્મ કાર્ય નો શ્રેય દેશ ના યશશ્વી અને દીર્ઘ દૃષ્ટિ ધરાવતા મા.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને આપ્યો હતો અને આ ૫૬ પાકિસ્તાની નાગરિકો માટે દિવાળી અંને નવા વર્ષ જેટલી ખુશી સાથે મિડિયા સમક્ષ દેશ ની સરકાર નો આભાર પોતાની ખુંશીઓ વ્યક્ત કરી હતી,
આ ૫૬ પાકિસ્તાની નાગરિકો ને સમ્માન અને વિશ્વાસ સાથે ભારતીય નાગરિકત્વ નું અધિકાર પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે સમયે પત્રકારો ઓ દ્વારા આ ઐતિહાસિક ક્ષણ ને સુરક્ષિત કરી માનવતા ની મહેક અને ભારત દેશના વિશાળ હૃદય ની ઓળખ દેશ અને દુનિયામાં જન જાણ સુંધી વર્તમાન પત્રો અને ડિજિટલ મિડિયા ના માધ્યમથી પહોંચાડશે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.