ગાંધીનગર સેકટર ૪ બી માં લાગેલ આગ માં દાઝી ગયેલ ફાયર બ્રિગેડ જવાન રણજીત ઠાકોર થયા શહિદ - At This Time

ગાંધીનગર સેકટર ૪ બી માં લાગેલ આગ માં દાઝી ગયેલ ફાયર બ્રિગેડ જવાન રણજીત ઠાકોર થયા શહિદ


તા:-૧૮/૦૪/૨૦૨૫
ગાંધીનગર

ગાંધીનગર ફાયર બ્રિગેડનો એક જવાન શહીદ
રણજીત ઠાકોર નામનો જવાન નું સારવાર દરમિયાન થયું મૃત્યુ ઉનાવાના ઠાકોર પરિવારને ત્રણ દીકરાઓ પેકી એક સૌથી નાનો ભાઈ હતો રણજીત જેવો ફરજ દરમ્યાન સેક્ટર ૪ ના ગાર્ડન ના શોચાલય ની પાછળ ઝુંપડા માં લાગી હતી આગ બુજાવવા જતા જ ગેશ નો બાટલો ફાટ્યો હતો જેથી ફાયર ના ૪ કર્મચારીઓ દાઝી ગયા હતા

તા:-૧૧/૪/૨૦૨૫ ના રાત્રે ફાયર ની ટિમ ને ફોન આવ્યો કે આ જગ્યાએ આગ લાગી છે જેની માહિતી મળતા ફાયર ની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી હજુ આગ ને કાબુ લે તે પેહલા ગેશ નો સિલેન્ડર ફાટ્યો હતો જેમાં અંદર ગયેલ ફાયર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં આગ ની નજીક રહેલા રણજીત ઠાકોર જેવો વધુ પ્રમાણ માં ઘાયલ થયા હોવાથી તેવોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ હતા જેવોએ આજે આ દુનિયા છોડી કુટુંબ ને ફાયર ની ટિમ ને એકલા મૂકી ચાલ્યા ગયા

ગાંધીનગરના સેક્ટર ૪ બી માં આવેલ બગીચા પાસે આવેલા સુલભ શૌચાલય નજીકના ઝુંપડામાં ૧૧ એપ્રિલે ના રોજ ગાંધીનગર ના સેકટર ૪ બી ના ગાર્ડન પાસે આવેલ જાહેર સોચાલય પાછળ ઝુંપડા માં લાગી હતી. આગ જે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. એટલા માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ફાયરના મહાવીરસિંહ ચૌહાણ, રણજિત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ એમ ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં વધુ પ્રમાણે માં દાઝી ગયેલ રણજીત ઠાકોર નું અવસાન થવા ના સમાચાર જાણવા મળ્યા

રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
ગાંધીનગર


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image