રાજકોટમાં કોન્સ્ટેબલે ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે ચેટ કરતી પત્નીને ઠપકો આપતા પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો - At This Time

રાજકોટમાં કોન્સ્ટેબલે ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે ચેટ કરતી પત્નીને ઠપકો આપતા પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો


રાજકોટના ઘંટેશ્વર નજીક SRP કેમ્પના ક્વાર્ટરમાં રહેતા પ્રિતીકાબેન અતુલભાઈ ગામીત (ઉં.વ.33)એ આજે સવારે પોતાના ઘરે એકલા હતા ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રિતીકાબેનનું પિયર તાપી જિલ્લામાં આવેલું છે. તેમના લગ્નને 11 વર્ષ થયા છે અને લગ્ન થકી તેમને સંતાનમાં બે દીકરીઓ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રિતીકાબેન ઇન્સ્ટાગ્રામમાં કોઈ સાથે ચેટ કરી કરી રહ્યા હતા ત્યારે પતિએ ઠપકો આપ્યો હતો. બાદમાં આપઘાત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.