માઇક્રો પ્લાનિંગ તૈયાર કરી ચુંટણીની પૂર્વે તૈયારીઓ કરવા જિલ્લાના નોડલ અધિકારીઓનેસૂચના આપતા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા
માઇક્રો પ્લાનિંગ તૈયાર કરી ચુંટણીની પૂર્વે તૈયારીઓ કરવા જિલ્લાના નોડલ અધિકારીઓને સૂચના આપતા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા
*********
સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ અધિકારીઓ નિમાયા. જિલ્લા કલેક્ટરશ્રીએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ.
***********
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજે કલેકટર કચેરી ખાતે તા. 22/9/2022 ના રોજ જિલ્લાના મુખ્ય ચૂંટણી નોડલ અધિકારીઓની એક સંકલન બેઠક યોજાઇ હતી.
આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર વિધાનસભા સામાન્ય ચૂંટણીઓને લગતી જુદી જુદી કામગીરીઓનું સરળ સંચાલન થાય તે હેતુસર જિલ્લાના વિવિધ વિભાગોના ૧૯ નોડલ અધિકારીઓની નિમણૂક કરવા આમુખ એક થી જરૂરી સુચના આપવામાં આવેલ છે.
આ સમિતિઓમાં નોડલ ઓફિસર ફોર મેનપાવર મેનેજમેન્ટ, ઇ.વી.એમ. મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ઈમ્પલિમેન્ટિંગ ઓફ એમ.સી.સી., એક્સપેંડીચર મોનિટરિંગ, ઓબ્ઝર્વર, લો એન્ડ ઓર્ડર, બેલેટ પેપર/ ડમી બેલેટ પેપર, પોસ્ટર બેલેટ પેપર, મીડિયા પ્રચાર પ્રસાર, કોમ્પ્યુટરાઈઝેશન, હેલ્પલાઇન, કમ્પલેન રીડ્રેસલ, એસ.એમ.એસ. મોનિટરીંગ અને કોમ્યુનિકેશન પ્લાન, વેલ્ફેર ફોર ઓફિસર એન્ડ એમ્પલોઇઝ ફોર એલ.એ.ઇ. ૨૦૨૨, સ્વીપ પ્લાન મતદાર જાગૃતિ પરસન્સ વિથ ડિસએબિલિટીઝ (પી.ડબ્લ્યુ.ડી), માઈગ્રેટરી ઇલેક્ટ્રોડ્સ કામગીરી માટે નોડલ અધિકારી મદદનીશ નોડલ અધિકારી તરીકેની ફરજ બજાવવા સાથે ચુસ્ત અમલ માટે આદેશો કરવામાં આવ્યા છે. જે સંદર્ભમાં માઇક્રો પ્લાનિંગ અત્યારથી જ આરંભીને લિસ્ટ પ્રમાણે નોંધ કરવાની કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપી હતી.
ચૂંટણીની સંભવિત તારીખ પહેલા તમામ પૂર્વ તૈયારીઓ સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા કલેકટર શ્રીએ તમામ નોડલ અધિકારીઓને જરૂરી આયોજન કરવા અંગે માર્ગદર્શન અને નિર્દેશ આપ્યા હતા.
સંવેદનશીલ મતદાન મથકોની સમીક્ષા તથા સરહદી વિસ્તારમાં રાજસ્થાન બોર્ડર પર કાયદો વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત અંગે આયોજન કરવા જણાવ્યું હતું. ખેડબ્રહ્મા વિસ્તારમાં ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. વેરહાઉસ થી સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા એસટી બસોની ટ્રાન્સપોર્ટેશન માટેની વ્યવસ્થા, તાલીમ આદર્શ મતદાન મથક, ફ્લેગીંગ, ડિસ્પેચ, રીસીવિંગ, રહેવા જમવા માટેની વ્યવસ્થા, જાહેરનામા, હેલ્પલાઇન, દિવ્યાંગ વિકલાંગ વોટરો માટેની વ્યવસ્થા, ઇ.વી.એમ. મેનેજમેન્ટ, મેળા નવરાત્રીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
લોકશાહીના અવસરને પર્વનો સૌ જિલ્લા મતદારો લાભ લઈને પોતાના મતાધિકારીનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી. હિંમતનગર 27, ઇડર 28, અને 29 ખેડબ્રહ્મા, 33 પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારની ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભાના આર.ઓ., પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.