શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તથા નાના લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ ની પાવન નિશ્રા માં ગઢપુર ધામમાં ૨૪ જાન્યુઆરી એ ઉજવાશે મહા શાકોત્સવ
શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ તથા નાના લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ ની પાવન નિશ્રા માં ગઢપુર ધામમાં ૨૪ જાન્યુઆરી એ ઉજવાશે મહા શાકોત્સવ
ગઢડા સ્વામી ના ગઢપુર ધામમાં ૨૪ જાન્યુઆરી એ ઉજવાશે મહા શાકોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વર્ષો પુર્વે પોતાનાં હાથે રીંગણાનું શાક બનાવીને ભક્તોને પ્રસાદ જમાડ્યો તે પરંપરાગત રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો દ્વારા દર વર્ષે શિયાળામાં ઉજવવામાં આવે છે જે અંતર્ગત વડતાલ દેશ ગાદીનાં પ.પુ.૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીના આશીર્વાદથી ભાવિ આચાર્યશ્રી શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજ તથા નાના લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ
નાં સાંનિધ્યમાં યાત્રા યોજી અલગ અલગ ગામોમાં શાકોત્સવના માધ્યમથી સત્સંગ કથાનો લાભ આપવામાં આવે છે. જેમાં તારીખ.૧૬/૧૨/૨૪ થી ગઢપુર પ્રદેશમાં શાકોત્સવ યાત્રા યોજવામાં આવી હતી જેનો અંતીમ મહા શાકોત્સવ ગઢપુર મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા શ્રી એસ.પી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત સત્સંગ સમાજ અને ગઢપુર નગરનાં ભક્તો, શ્રી ગોપીનાથજી મંડળ અને શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા બોટાદ રોડ ખાતે આગામી તારીખ.૨૪/૦૧/૨૫ નાં સવારે ૯- થી ૧૨ વાગ્યે સુધી ભવ્ય શાકોત્સવ સભા અને મહાપ્રસાદનું આયોજન પ.પુ. ભાવિ આચાર્યશ્રી શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પ.પુ. અ.સૌ. ગાદી વાળા માતૃશ્રી સહિત ધર્મકુળ પરીવાર અને સંતો, સહિત વડતાલ દેશ અને વિશેષ ગઢપુર પ્રદેશના ભકતો સાથે રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાશે આ મહોત્સવમાં સમાજમાં અતિ જરૂરી એવા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
