રાજકોટ હ્યુમન સોર્સીસ તથા ઇ-ગુજકોપ, મદદથી મોબાઇલ ચોરીના ગુન્હા ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૧૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ ગંજીવાડા પોલીસ ચોકીના PSI એ.પી.રતન તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી મીલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના કરેલ. જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન મહેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રભાઇ કુંચાલા તથા હરપાલસિંહ વાઘેલા નાઓને સંયુક્ત હકિકત મળેલ કે, રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ અમુલ સર્કલ પાસે 3 મહીલાઓ શંકાસ્પદ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે ઉભેલ છે જેથી તુરંત જગ્યાએ જઇ મહીલાઓને પકડી મહીલા પોલીસ મારફત અંગ-ઝડતી કરાવતા ત્રણેય મહીલાઓ પાસે રહેલ પર્સમાંથી કુલ-૬ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જે એન્ડ્રોઇડ મોબાઇલ ફોનના આધાર પુરાવા કે બીલ બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી, યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ત્રણેય મહીલાઓ રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર રોડ ખાતેથી માણસોની નજર ચુકવી મોબાઈલ ફોન ચોરી કરેલ હોવાનુ જણાવતી હોય, જેથી મળી આવેલ મોબાઇલ બાબતે ઇ-ગુજકોપ તથા પોકેટ મોબાઇલમાં સર્ચ કરતા, રાજકોટ શહેર એ.ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હા દાખલ થયેલ હોય, જેથી ત્રણેય મહીલાઓ વિરૂધ્ધ BNSS કલમ-૩૫(૧)ઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) રેખાબેન જાદવભાઇ મકવાણા ઉ.૫૦ રહે.વોરાકોટડા રોડ નદીના કાંઠે ગોંડલ જી.રાજકોટ (૨) કાજલબેન રજનીભાઈ મકવાણા ઉ.૩૦ રહે.વોરાકોટડા રોડ નદીના કાંઠે ગોંડલ જી.રાજકોટ (૩) નંદીનીબેન ભરતભાઇ ચાવડા ઉ.૨૦ રહે.વોરાકોટડા રોડ નદીના કાંઠે ગોંડલ જી.રાજકોટ. એ-ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબ કુલ કિ.૫૦,૦૦૦ ના મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
