શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા કેળવણી મંડળ ની 80 મી વાર્ષિક સામાન્ય સભા મોડાસા ખાતે યોજાઈ
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડિયા કેળવણી મંડળ મોડાસાની *80મી વાર્ષિક સામાન્ય સભા* મોડાસાના ભામાશા ઓડિટોરિયમ હોલ, કોલેજ કેમ્પસમાં યોજાઈ.જેમાં સમગ્ર ભારતભરમાંથી કોવાડીયાના જ્ઞાતિજનો આવ્યા હતા.મિટિંગની શરૂઆત પહેલા મોડાસા કોવાડીયા મિત્ર મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.સામાન્ય સભાની શરૂઆત મંગલાચરણ અને આશીર્વાદ ખડાયતા ગોર દ્વારા આપવામાં આવ્યા હતા. *પ્રાર્થના સર્વોદય હાઈસ્કૂલ ના ગાયક વૃંદ દ્વારા રજુ કરવામાં આવી હતી કોવાડીયા મિત્ર મંડળના પ્રમુખ અલ્પેશ એચ. શાહે સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. ત્યારબાદ મંડળ વતી શબ્દોથી સ્વાગત મંત્રીશ્રી દિલીપભાઈ એન. શાહે કર્યું હતું.મીટીંગ ની શરૂઆત મંચસ્થ મહેમાનોએ દિપ પ્રાગટ્યથી કરી હતી.વર્ષ દરમિયાન અવસાન પામેલા જ્ઞાતિજનો ના આત્માને શાંતિ મળે તે માટે શોક ઠરાવ પસાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મીટીંગ ની સફળતા માટે આવેલ સંદેશાઓનું વાંચન ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ જે મહેતાએ કર્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગત સભાનું પ્રોસિડિંગ મંત્રીશ્રી સ્નેહલભાઈ ઠેકડીએ કર્યું હતું. વર્ષ 2023 24 ના હિસાબો અને અહેવાલ આંતરિક ઓડિટર પ્રકાશભાઈ મહેતાએ રજૂ કર્યા હતા. વર્ષ 2024 25 ના ઓડિટરશ્રીની નિમણૂક મંત્રી શ્રી હરેશભાઈ શાહે કરી હતી.ત્યારબાદ ધોરણ 10 ધોરણ 12 અને કોલેજ કક્ષાએ સૌથી વધુ ગુણ મેળવનાર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું સન્માન શિલ્ડ મોમેન્ટો અને મેડલથી કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન શિલ્ડ મોમેન્ટો અને શાલથી* કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વર્ષ દરમિયાન જ્ઞાતિજનોએ જે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તે બદલ તેમનું સન્માન પણ શિલ્ડ અને બુકે થી કરવામાં આવ્યું હતું.ચાલુ વર્ષે કેળવણી મંડળના પ્રમુખશ્રી ડો. રાકેશભાઈ સી મહેતા એ વર્ષ દરમિયાન રૂપિયા 71 લાખ જેટલું માતબર દાન લાવી મંડળના ઇતિહાસમાં એક મોરપીછનો ઉમેરો કર્યો છે તે બદલ તેમનું ભવ્ય સન્માન શિલ્ડ મોમેન્ટો શાલ બુકે થી મંચસ્થ સૌ મહેમાનોએ કર્યું ત્યારબાદ કોવાડીયા મિત્ર મંડળ ના સૌ હોદ્દેદારો દ્વારા ડો. રાકેશભાઈ મહેતા નું ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાબટ મિત્ર મંડળ અમદાવાદ દ્વારા સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. મિટિંગમાં સંભારણા રૂપે ગિફ્ટ આપનાર દાતાશ્રીઓનું શાલ અને બૂકેથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને 80મી વાર્ષિક સાધારણ સભા નું માસ્ટર ઓફ સેરેમની કરનાર કોવાડીયા મિત્ર મંડળના પૂર્વ પ્રમુખ અને કેળવણી મંડળના સેક્રેટરી અને પૂર્વ ઉપપ્રમુખ મુકુન્દ એસ શાહનું બુકે અને શાલ થી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મીટીંગ નું યજમાન પદ મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસાએ કર્યું હતું. આ મિટિંગમાં વર્ષ 2024 25 માટે કેળવણી મંડળના પ્રમુખ તરીકે મનીષભાઈ એસ શાહ અમદાવાદ ની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. સમગ્ર મીટીંગ નું આભાર દર્શન મંત્રી શ્રી કૃણાલભાઈ શાહે કર્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું એમઓસી મુકુન્દ એસ શાહે કર્યું હતું.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
