“ભારતમાં રમનાર આગામી ઓલમ્પિક ૨૦૩૬ માટે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા રાષ્ટ્રીય રમત વીરોનું સન્માન.” - At This Time

“ભારતમાં રમનાર આગામી ઓલમ્પિક ૨૦૩૬ માટે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા રાષ્ટ્રીય રમત વીરોનું સન્માન.”


તા...6/01/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

૨૧મી સદીમાં વિશ્વ સ્પોર્ટ્સ ઈકોનોમી અને દેશની GDPમાં સિરમોર ભૂમિકા ભજવવાની છે. ત્યારે ગ્લોબલ લીડર અને અખંડ ભારતના સ્વપ્નાદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ ઓલમ્પિક મહાખેલનું આયોજન ૨૦૩૬માં ભારતમાં કરવા માટે ડો.મનસુખભાઈ માંડવીયાને યુવા અને ખેલમંત્રાલય ભારત સરકારની જવાબદારી સોપવામાં આવેલ કારણકે ઓલમ્પિક મહાખેલ કુંભમાં અમેરિકા, જાપાન,જર્મની અને ચીન જેવા ગણ્યા ગાઠયા દેશો ૯૦% મેડલ લઈ જાય છે ત્યારે ભારતમાં યોજાનાર ઓલમ્પિકમાં ૧૪૦ કરોડ વસ્તીમાંથી આ દેશની સરખામણીએ વધુમાં વધુ મેડલો સાથે ભારતીય યુવાઓ પ્રદર્શન કરે તે માટેના આયોજનની શરૂઆત કરેલ હોય જેના ભાગરૂપે ડો.માંડવીયા સાહેબ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલી ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શાળાની ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલની મુલાકાત લઈને આંતરરાષ્ટ્રીય લેવલની ક્રિકેટની ટર્ફ વિકેટો તેને અનુરૂપ ગ્રાઉન્ડ અને અન્ય ભૌતિક સુવિધાઓનું આધુનિક ક્રીકેટ માટે લોકાર્પણ કરેલ અને ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુવા ખેલ પ્રતિભાઓને સન્માનીત કરતા શ્રી કાવ્ય પટેલ કે જેમણે અંડર-૧૪ ક્રિકેટમાં સતત ૨ કેલેન્ડર વર્ષના એકજ ઈનીંગમાં ૩૦૦+ અને ૩૦૦+ કોચ મિતેશ ચૌહાણના માર્ગદર્શનથી કરેલ તેમની સાથે મહિલા ક્રિકેટમાં પરી કપુપરા અને જાનવી સાવલિયા એ યુવાવયે ક્રીકેટ જગતમાં કરેલ પર્ફોમસને બિરદાવી પરમ ચુડાસમા,કેવળ ટીંબડીયા અને ધર્મરાજસિંહ ઝાલા જેવા યુવા ખેલરત્નો કે જેવો બેઝબોલમાં જાપાન સહીત એશિયામાં આંતરરાષ્ટ્રી કક્ષાએ પર્ફોમ કરેલ તેમને શિલ્ડથી નવાજી વિશ્વ ક્રીકેટની BCCIની આંતરરાષ્ટ્રી નામનાને સાર્થક કરતા કોચ મિતેશ ચૌહાણ,ફિરોઝ બાંભણીયા,ભુસણ ચૌહાણ, પાર્થ કોટેચા જેવા યુવા લીડરોને સંમાનિત કરીને ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલના એક સમયના રાજ્યના ટોપ યુવા વોલીબોલર અને રેશલર અને સ્પોર્ટ્સના યુવા આઇકોન અને સંસ્થાના MD જયવીર ભુવાનું ખેલ અને શિક્ષણ જગતમાં યોગદાન બદલ માંડવીયા સાહેબે સવીશેષ સંમાન કરેલ બાદ ઉપસ્થિત ૧૦૦૦ જેટલા બાલ રમત વીરો,સરપંચશ્રીઓ તાલુકા,જીલ્લાના આગેવાનો અને કેળવણીકારોની હાજરીમાં ગુજરાતના નામાંકિત કેળવણીકાર અને સહકારી ક્ષેત્રના દિનેશ ભુવા સહીત શાળા પરિવાર અને ગુજરાત રાજ્ય વ્યાયામ શિક્ષક મહામંડળે મનસુખભાઈ માંડવીયાને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને કોરોનાની કામગીરીથી લઈને ખેલવિશ્વ માટેના આયોજન માટે અદકેરું સંમાન કરેલ.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.