બાલાસિનોર માં રાજસ્થાન સેવા સમાજ અને ઈન્ટરનેશનલ મહેશ્વરી કપલ ક્લબ રક્તદાન કેમ્પ તથા ભવ્ય સુંદરકાંડ યોજાયો* . - At This Time

બાલાસિનોર માં રાજસ્થાન સેવા સમાજ અને ઈન્ટરનેશનલ મહેશ્વરી કપલ ક્લબ રક્તદાન કેમ્પ તથા ભવ્ય સુંદરકાંડ યોજાયો* .


*
બાલાસિનોર સ્થિત રાજસ્થાની સમાજના વહેપારીઓ તેમના પરિવાર દ્વારા બાલાસિનોર ખાતે સિઘ્ધનાથ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 59 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું
આ રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન
રાજસ્થાન સેવા સમાજ અને ઈન્ટરનેશનલ મહેશ્વરી કપલ ક્લબ, બાલાસિનોર (મહિસાગર) દ્વારા કરવામાં આવ્યું હતું.

જ્યારે રાત્રી દરમિયાન ભવ્ય સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલાસિનોર નગર ના ગોકુલેશ સોસાયટી પ્રાથમિક શાળા ચોક ખાતે નગરના તમામ ભક્તો સુંદરકાંડ માં જોડાયાં ને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ સુંદરકાંડ રાજસ્થાન સેવા સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગેન્ઝા , કથા વ્યાસ પં. ગુરુદેવ, રાષ્ટ્રીય સંત ડૉ. પં. શ્રી મિથિલેશજી નગર ભાગવત ભાસ્કર, ગુરુપીઠ નિનૌરધામ (M.P.) ના સ્વર થી સુંદરકાંડ રજુ કરવામાં આવ્યું હતું.જેનુ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું

સુંદરકાંડ ના ભવ્ય આયોજન ના મુખ્ય આયોજક રાજસ્થાન મિત્ર મંડળ ,સહ સહયોગી ,મેવાડ મિત્ર મંડળ મારવાડ મિત્ર મંડળ , મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવેલ. હતું

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.