મેંદરડા જી.પી.હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ શિક્ષા અભિયાન અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ફીલ્ડ નું આયોજન કરવામાં આવેલ - At This Time

મેંદરડા જી.પી.હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ શિક્ષા અભિયાન અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ફીલ્ડ નું આયોજન કરવામાં આવેલ


મેંદરડા જી.પી હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ શિક્ષા અભિયાન અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ વિઝીટનું આયોજન કરવામાં આવેલ
તાજેતરમાં જીપી હાઈસ્કૂલ મેંદરડા માં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતા વોકેશન એજ્યુકેશનમાં રિટેલ ટ્રેડ અંતર્ગત ધોરણ 10 ના વિદ્યાર્થીઓને વોકેશન વિષયના ટેનર મુકેશભાઈ કુકડીયા ના માર્ગદર્શન હેઠળ ડી માર્ટ મોલ જુનાગઢ ખાતે ધોરણ 10 ના 32 વિદ્યાર્થીઓએ આ વિઝીટ માં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને ડિમાર્ટ મોલમાં જઈને ત્યાંની થોડી પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી જેમાં ફાયર સિસ્ટમ, ઈમરજન્સી સ્થિતિમાં શું કરવું, ક્યાં ભેગા થવું, રિપોર્ટિંગ કરવું, પાવર બેક-અપની વ્યવસ્થા, પાર્કિંગ વિશે જાણકારી આપવામાં આવી હતી
ત્યારબાદ મોલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશ બાદ તમામ વિદ્યાર્થીઓને સ્ટોરની અંદર બધી વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. કઈ વસ્તુ ક્યાં રાખેલી છે કેવી રીતે ગોઠવેલી છે આગ લાગે તેવી પરિસ્થિતિમાં શું કરવું બહાર જવાના ઈમરજન્સી માર્ગ દિશા નિર્દેશો વગેરે જેવી જાણકારી આપવામાં આવી હતી? વિદ્યાર્થીના ગ્રુપ મુજબ ખરીદી કરી હતી ખરીદી બિલ બનાવી વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવણું કરવામાં આવ્યું હતું બાદ ડી માર્ટ મોલ ના મેનેજર ગૌરવ દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી ગ્રુપ ફોટો સૂટ કરવામાં આવેલ હતું
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.