રાજકોટમાં આજે નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિત 15 વિસ્તારમાં 42 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી - At This Time

રાજકોટમાં આજે નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિત 15 વિસ્તારમાં 42 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી


રાજકોટ શહેરમાં ચાલુ સપ્તાહે આજે ત્રીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા વીજ ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સિટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 42 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિત 15 વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગલા બે દિવસ ચેકિંગ દરમિયાન 1936 કનેક્શન ચેક કરી 216 કનેક્શનમાંથી 45.60 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.