લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર અને ગોરવા ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું - At This Time

લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર અને ગોરવા ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું


લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર લાયન્સ ક્લબ ઓફ ગોરવા ના સંયુક્ત ઉપક્રમે લાયન્સ હોલ ખાતે રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું જેમાં રેડ ક્રોસ સોસાયટી મહીસાગર તેમજ રેડ ક્રોસ સોસાયટી બાલાસિનોર અને કે એમ જી હોસ્પિટલ બાલાસિનોર નો પણ સહકાર રહ્યો ..આ રક્તદાન માં લાયન્સ પ્રમુખ ગિરીશ ભાઈ ચૌહાણ લાયન્સ ડો .નગીનભાઈ શાહ પ્રવીણ સેવક સાહેબ પી કે શર્માજી શિવલાલ પ્રજાપતિ લાયન મનહરભાઈ ઠાકર લાયન વસંતભાઈ ઉપાધ્યાય ઉત્સાહી એવા લાયન કાંતિભાઈ પટેલ મનુભાઈ દલવાડી તેમજ સમગ્ર લાયન્સ ટિમ હાજર રહી કે એમ જી હોસ્પિટલ વતી રજની કાકા હાજર રહ્યા ..રક્તદાન માટે બાલાસિનોર અને આજુબાજુ ગામ ના રક્તદાતાઓએ રક્ત કર્યું .આ તબક્કે રેડ ક્રોસ સોસાયટી લાયન્સ તેમજ રમેશભાઈ પ્રજાપતિ પના જન્મ દિન ની ઉજવણી સંદર્ભે રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવી ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.