આક્રુતિ આર્ટ ફાઉન્ડેશન નું 20 મું આંતરરાષ્ટ્રીય સમુહ ચિત્ર પ્રદર્શન "કલર્સ ઓફ સ્પ્રિંગ " નો શુભારંભ.... - At This Time

આક્રુતિ આર્ટ ફાઉન્ડેશન નું 20 મું આંતરરાષ્ટ્રીય સમુહ ચિત્ર પ્રદર્શન “કલર્સ ઓફ સ્પ્રિંગ ” નો શુભારંભ….


આક્રુતિ આર્ટ ફાઉન્ડેશન નું 20 મું આંતરરાષ્ટ્રીય સમુહ ચિત્ર પ્રદર્શન "કલર્સ ઓફ સ્પ્રિંગ " નો શુભારંભ....
જુનાગઢ ના આર્ટિસ્ટ હિતેન્દ્ર નાગાણી ના ચિત્રો મુંબઇ ની આર્ટ ગેલેરીમા પ્રદર્શીત.......
અમરેલી..કલા સાહિત્ય અને સંસ્કૃતિ નું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા આક્રુતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા વસંત ૠતુના વિવિધ રંગ ને સમર્પિત કરતા 20 મા આંતરરાષ્ટ્રીય સમુહ ચિત્ર પ્રદર્શન નો શુભારંભ શુક્રવાર, 22મી માર્ચ, 2024 ની સાંજે મુંબઈ સ્થિત ગોદરેજ ગ્રુપ ની સુપ્રસિદ્ધ ગેલેરી સીમરોજા આર્ટ ગેલેરીમાં એક ગૌરવ સમાન સમારોહ યોજાયો..આ પાંચ દિવસીય ચિત્ર પ્રદર્શન ના મુખ્ય આયોજક અને આકૃતિ આર્ટ ફાઉન્ડેશન નાં સંસ્થાપક શ્રી મનમોહન જયસ્વાલ ને જણાવ્યુ કેભારત, ઓમાન અને ઓસ્ટ્રેલિયા સહિત ત્રણ દેશોના 31 મોટા કલાકારોની 100 થી વધુ આકર્ષક ચિત્રો ને પ્રદર્શિત કરવામા આવેલ છે.જેમા વિવિધ માધ્યમ દ્વારા સ્રૂષ્ટીના વિવિધ .........ને બહુજ સશક્ત અને પ્રભાવશાળી અંદાજ મા અભિવ્યક્ત કરવામા આવેલ છે.આ આકર્ષક ચિત્ર પ્રદર્શની નો શુભારંભ જુદા જુદા વિભાગ ના અતિથિવિશેષ અને મુખ્ય મહિલા કલાકાર દ્વારા સયુકત રુપે દિપ પ્રગટાવીને કરવામાં આવી, જેમા પ્રખ્યાત ગીતકાર તથા મહારાષ્ટ્ર રાજ્ય ના હિન્દી સાહિત્ય અકાદમી ના કાર્યકારી સભ્ય શ્રી ગજાનન મહતપુરકર,સુપ્રસિધ્ધ સંગીતકાર અને ગાયક સરોજ સુમન,સંભાજી ફિલ્મ ના નિર્માતા રાકેશ દુલ્ગાજ અને બજાજ ગ્રુપ ના સોસીયલ મીડિયાના પ્રભારી શ્રીમતી સુરુચિ રોશન કોરે તથા સમાજ સેવક દિનેશ કોચર,શ્રીમતી લીના ચોપડા,શ્રીમતી શેહનાજ ખાન,અને શ્રીમતી ક્રુપા શાહ અતિથિવિશેષ તરીકે હાજર રહેલ.
બધા અતિથિવિશેષો એ પોતાના સંબોધન મા ચિત્ર પ્રદર્શન ની ના વખાણ કરતા બધા કલાકારોને તેમની સર્જનાત્મક યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આયોજન મનમોહન જયસ્વાલે શુભારંભ વખતે બધાને પુષ્પગુચ્છ આપી ને સ્વાગત કર્યુ.તેમણે જણાવ્યુ કે આ પ્રદર્શન આગામી 26 માર્ચ, 2024 સુધી દરરોજ સવારે 11:00 વાગ્યા થી સાંજ ના 7:00 સુધી બધા કલા પ્રેમી ઓ માટે ખુલ્લી રહેશે.તેઓ એ વધુ મા જણાવ્યુ કે આ ચિત્ર પ્રદર્શન મા મુખ્ય રુમ મા પ્રખ્યાત ચિત્ર કાર એમ.એફ.હુસૈન સાહેબ, તેલંગાના ના ટી.વૈકુંઠમ, રણથંભોર ના રાજેન્દ્રસિહ,પુણે ના શ્રીમતી રેણુ અય્યર, ઓમાન ના શ્રીમતી શાલિની ગુપ્તા,ઓસ્ટ્રેલિયાના રોબિન હિકસ, અમદાવાદ ના ચંદ્રકાન્ત પટેલ, મુંબઈ ના શ્રીમતી અર્ચના મહતપુરકર તથા શ્રીમતી સુષ્મા ત્રિપાઠી અને થાણે ના રવિ ઘોટિકર ના બહુજ સુંદર ચિત્રોને પ્રદર્શન મા મુકવામા આવેલ છે.

આ ઉપરાંત જુનાગઢ ના ચિત્રકાર શ્રી હિતેન્દ્ર નાગાણી એ પણ ભાગ લીધો છે.તેઓ નું આ 13 મું સમુહ ચિત્ર પ્રદર્શન છે આ પહેલા તેઓ વડોદરા,રાજકોટ, ભાવનગર, મહુવા ખાતે ચિત્ર પ્રદર્શન કરી ચુક્યા છે.વધુ મા તેઓ એ જણાવ્યુ હતુ કે તેઓ આ કલા સાથે 1987 થી જોડાયેલ છે પરંતુ સંજોગો સાનુકુળ ના હોય લાંબા વિરામ બાદ 2019 મા કોવીડ એપેડેમીક દરમ્યાન ફરી યાત્રા શરુ કરી છે. તેઓ બે સમુહ વર્ડ રેકોર્ડ હોલ્ડર મા પણ સ્થાન પણ છે જે તેમની કલાકાર તરીકેની છાપ ઉજાગર કરે છે

આ પ્રદર્શન મા અન્ય કલાકારોમાં દર્શના શાહ,પ્રસાદ ભંડારી,વર્ષા લાઠ, જલ્પા ખેરડીયા,પ્રજ્ઞા,રચના દિવાન ,અખિલેશ ગૌર, સૈયદ જુબૈર ,યોગિતા કોલેગે, માનશી દોવ્હાલ ,બરખા જૈન ,રાજુ પારીખ ,પ્રિયેશ માલવીય, નિમીશા ભંશાલી ,પુનમ જુવલે,શૈલેશ દશોરે, વર્ષા ચુડાવત, નીતા વર્મા, પુનમ સૈની અને નિતિન ખિલારેના ચિત્રો સામેલ છે.

આક્રુતિ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક મનમોહન જયસ્વાલ છેલ્લા 13 વર્ષ થી મુંબઈ મા આ પ્રકાર ની ચિત્ર પ્રદર્શન યોજતા આવ્યા છે જેને નિહાળવા લોકો દુર દુર થી આવે છે.

જયસ્વાલશ્રી ના ચિત્ર પ્રદર્શન મા હંમેશા ભારત ના નામી ,પ્રસિદ્ધ તથા સાથે સાથે નવોદિત કલાકારોના ચિત્રો પણ પ્રદર્શિત કરે છે .આથી તમામ કલા પ્રેમી ઓ ને સંદેશ આપવામાં આવે છે કે તમે ઉતમ ચિત્ર પ્રદર્શની નિહાળવા અને માણવા માટે મુંબઈ મા ચાલી રહેલ આ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શન જોવા માટે અવશ્ય મુલાકાત લો.

9426555756


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.