હ્યુંમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્રારા સરકારી પ્રાથમિક શાળા ગાંઘીનગર ખાતે બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતું - At This Time

હ્યુંમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્રારા સરકારી પ્રાથમિક શાળા ગાંઘીનગર ખાતે બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતું


મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાત બન્ને વચ્ચે આવેલું ગુજરાત રાજય નું પાટનગર ગાંધીનગર ખાતે હ્યુંમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્વારા સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર 13, ગાંધીનગર ખાતે શાળા માં અભ્યાસ કરતાં બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતાં. આર્થિક રીતે નબળાં પરિવાર માંથી આવતા સ્વેટર નાં હોય તેવા બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતાં. આ તબ્બકે શાળા ના વિદ્યાર્થીઓ વચ્ચે વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળા પ્રથમ ત્રણ નંબરના વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યું હતું. શાળા ના દરેક વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ અને પુસ્તક પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ નાં અંતે સૌ વિદ્યાર્થીઓ ને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. શાળા ના આચાર્ય નાં સહયોગ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. હ્યુંમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ નાં સૂત્ર *સાથ અને સહકાર દ્વારા સેવા* ને સાર્થક કરતા સભ્યો દ્વારા પોતાનાં મિત્રો અને સગાં-સબંધી પાસે થી ભંડોળ એકઠું કરી ને આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. ગ્રુપ નાં દરેક સભ્યો નાં સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.