રાજકોટના વેપારીને ચણાદાળની જગ્યાએ વટાણાદાળ ધાબડી દીધી: રૂા.3.08 લાખની છેતરપીંડી - At This Time

રાજકોટના વેપારીને ચણાદાળની જગ્યાએ વટાણાદાળ ધાબડી દીધી: રૂા.3.08 લાખની છેતરપીંડી


રાજકોટના વેપારીને ચણાદાળની જગ્યાએ વટાણાદાળ ધાબડી જામનગરના પિતા-પુત્રની બેલડીએ રૂ..3.08 લાખની છેતરપીંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જલારામ ચોક પાસે રહેતાં અને માધાપર ચોકડી પાસે પૂજા એન્ટરપ્રાઈઝ પેઢી ચલાવતાં વેપારીએ જામનગરના પિતા-પુત્રની બેલડીએ અન્ય કઠોળ મોકલી બાદમાં તે માલ પરત મંગાવી રૂપીયા ન આપી વિશ્વાસઘાત કર્યો હતો.
બનાવ અંગે રૈયાધારમાં જલારામ ચોક પાસે સોપાન લકઝીરિયા ફ્લેટમાં રહેતાં જયેશભાઇ તુલસીદાસ તન્ના (ઉ.વ.52) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બીપીન. જે.સીમરિયા, અંકિત સીમરિયા (રહે. બંને જલારામ સપ્લાય વાળા, જામનગર) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તેમની પત્ની પુજાના નામથી પુજા એન્ટરપ્રાઇઝના નામની પેઢી માધાપર ચોકડી આવેલ હોય જેનુ સમ્રગ સંચાલન કરે છે. તેમની પત્નીએ જામનગર વાળા જલારામ સપ્લાયરના બીપીન સીમરીયા તથા તેના દિકરા અંકીત સીમરીયા સામે કેસ કરેલ છે તેમજ આજથી આશરે સાતેક વર્ષ પહેલા બીપીનનો ફોન આવેલ હતો કે, હું અનાજ અને કઠોળની દલાલીનુ કામકાજ કરૂ છું. તમારે અનાજ જોઈ તુ હોય તો મારો સંપર્ક કરજો તેમ વાત કરતાં તેમની પાસેથી ઘણીવાર અનાજ કે કઠોળ મંગાવેલ હતા.
તેમજ ત્રણેક વર્ષ પહેલા બીપીન સીમરીયા જલારામ સપ્લાયર નામની પેઢી ચાલુ કરેલ હતી. તે પેઢી તેના દિકરા અંકિતના નામથી બનાવેલ હતી.ફરીયાદી તેમની પાસેથી રેગ્યુલર અનાજ કઠોળ મંગાવતો હોય જેથી તેમની સાથે ઘર જેવા સંબંધ થઇ ગયેલ હતા. ગઇ તા.18/09/2023 ના બીપીન સીમરીયાને ફોન કરી ચીકુ બ્રાંડની તુવેર દાળની કુલ-50 કટાઓ મંગાવેલ હતી. જે તુવેરદાળ અંકિત સીમરીયાએ તા.20/09/2023 ના ટ્રાન્સપોર્ટ દ્વારા રાજકોટ મોકલાવેલ હતો. જેમાં જલારામ સપ્લાયરનું 50 કટા તુવેરદાળનું બીલ આપેલ હતુ.
જેમાં મજુરી સાથે કુલ રૂ.1,54,375 નુ બીલ હતું. થોડા દિવસ બાદ ફરીથી બીપીનને ફોન કરી 50 કટા તુવેરદાળ મંગાવતા જે તુવેરદાળ અંકિત સીમરીયાએ તા.02/10/2023 ના ટ્રાન્સપોર્ટ દ્વારા રાજકોટ મોકલાવેલ જે જલારામ સપ્લાયરનુ મને 50 કટા તુવેરદાળનુ બીલ મજુરી સાથે કુલ રૂ.1,54,375 નું બીલ હતુ. જે બંને બીલ મળી કુલ-100 કટાના રૂ.3,08,850 થાય છે. બંને બીલના રૂ.3,08,850 જલારામ એંટરપ્રાઈઝના નામે તા.03/10/2024 ના રૂ.1 લાખ, તા.04/10/2023 ના રૂ. 12680, તા.05/10/2023 ના રૂ.1 લાખ, તા.01/10/2023 રૂ.51287 મુજબના ચુકવી આપેલ હતા તેમજ આગલા બીલના રૂ.5113 બાકી હોય જે પણ ચુકવી આપેલ હતા.
તેમજ આ તમામ કટાઓ જુદા જુદા વેપારીઓને વહેચેલ હતા જે વેપારીઓનો ફોન આવેલ કે, દર વખતે ચીકુ બ્રાન્ડની તુવેરદાળ જેવી કવોલીટી હોય છે તેવી કવોલીટી આ વખતે આવેલ નથી તેમ જણાવતા તે વેપારીઓને તુવેરદાળની કટાઓ પરત મોકલી આપવા જણાવી આ બાબતની ફોન દ્વારા બીપીન સીમરીયા અને તેમના દિકરા અંકિતભાઈને વાત કરતાં તેઓએ જણાવેલ કે, તમો તમામ કટાઓ પરત મોકલી આપજો હું તમને ચીકુ બ્રાન્ડની તુવેરદાળના તમારા રૂપીયા તમને પરત આપી દઇશ.
બાદમાં ફરિયાદીએ ટ્રાન્સપોર્ટ દ્વારા તા.09/10/23 ના 18 કટા, તા.11/10/23 ના 14 કટા, તા.16/10/2023 ના 02 કટા, તા.03/11/23 ના રોજ 08 કટા, તા.04/11/23 ના 17 કટા મળી કુલ 88 કટા તેમને પરત મોકલાવેલ તેઓએ જણાવેલ કે, તમે મોકલાવેલ કુલ 88 કટા પૈકી 77 કટા સંભાળી લીધેલ છે અને બાકિના 11 કટા પરત મોકલેલ છે અને તે 11 કટા અમારા મેઘામલ ટ્રાન્સ્પોર્ટના ગોડાઉનમાં પડેલ છે.
જેથી તેઓને કેમ 11 કટા પરત મોકલાવેલ છે જેથી તેઓએ બંનેએ જણાવેલ કે, અમારી ચીકુ બ્રાંડ તુવેરદાળના 77 કટા મેળવી લીધેલ છે બાકિના11 કટા અમારા ન હોય જેથી પરત મોકલી આપેલ છે. જેથી તેમને બાકીના 11 કટા તમારા જ છે કહેતાં બંનેને જણાવેલ કે, મારા બાકીના વેપારીઓએ તમોએ મોકલી આપેલ ચીકુ બ્રાંડ તુવેરદાળના 12 કટા મારી પાસે પરત આવી ગયેલ છે,
જે હુ તમને પરત મોકલી આપુ છુ. જેથી તેઓએ કહેલ કે, હવે તમારા કટા સ્વીકરવાના નથી તેમજ અમો તમારા 33 કટાના રૂપીયા પરત મોકલી આપીશું કહેતાં તેમને કહેલ કે, તમારી પાસે 100 કટાના કુલ રૂ.3,08,850 લેવાના છે કહ્યું હતું.બાદમાં અવાર નવાર 100 કટાના કુલ રૂ.3,08,850/- ની માંગણી કરતા રૂપીયા પરત ન આપી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.