ધંધુકા માં બંધ મકાનમાં તસ્કરોએ મકાન તોડી રોકડા તેમજ સોના-ચાંદીના દાગી મળી કુલ ૩ લાખ ૪ હજાર ની ચોરી કરી - At This Time

ધંધુકા માં બંધ મકાનમાં તસ્કરોએ મકાન તોડી રોકડા તેમજ સોના-ચાંદીના દાગી મળી કુલ ૩ લાખ ૪ હજાર ની ચોરી કરી


ધંધુકા માં બંધ મકાનમાં તસ્કરોએ મકાન તોડી રોકડા તેમજ સોના-ચાંદીના દાગી મળી કુલ ૩ લાખ ૪ હજાર ની ચોરી કરી

અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં બંધ મકાનમાં તસ્કરોએ મકાન તોડી રોકડા તેમજ સોના-ચાંદીના દાગી મળી કુલ ૩ લાખ ૪ હજાર ની ચોરી કરી હતી. બનાવ બાદ ધંધુકા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ ચોરીને અંજામ આપનાર પકડવાની તજવીજ હાથ ધરી છે .ધંધુકા ના કસ્બા વિસ્તાર માં ચોરી ની ઘટના ધટી છે હાલ ધંધુકાંમા હાલ ચોરી ની ઘટના વધી રહી છે ત્યારે મળતી માહિતી મુજબ તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારના દસેક વાગ્યે ફારુક હુસેન તેના પરીવાર સાથે અમદાવાદ ખાતે તેના ભાણેજની દિકરી ના લગ્નપ્રસંગે ગયેલા અને ત્યાં રોકાયેલા હતા. તા.૧૪/૧૦/૨૦૨૪ ના રોજ સાંજના આશરે ચારેક વાગે લગ્ન પતાવી ધંધુકા પોતના ઘરે આવેલા અને ત્યારબાદ રાત્રે સુઇ ગયેલા અને બીજા દિવસે તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રી ના દસેક વાગે રૂમમાં દીવાલમાં ચોટેલ કબાટ ઉપર નજર જતાં કબાટનો નકુચો તુટેલો જોવામાં આવેલ જેથી કબાટ ખોલી જોતાં કોઈ વસ્તુ ગયેલ ન હતી પરંતુ બાજુના રૂમમાં ચેક કરતાં પોતાની દિકરીના લગ્ન માટે મુકેલા રોકડા રૂ.૧,૫૦,૦૦૦- તથા જુના ચાંદીના તથા સોનાના અલગ અલગ દાગીના જેમાં ૫૦૦ ગ્રામનું બીસ્કીટ કિ.રૂ.૨૦,૦૦૦- તથા આશરે ૨ કિલો ચાંદીના છડા જેની કિ.રૂ.૮૦,૦૦૦- તથા ૫ જોડ ચાંદીની ઝાંઝરીઓ જેનો વજન અંદાજે ૩૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧૨,૦૦૦- તથા ૧ સોનાની વિટી અંદાજે કિ.રૂ.૨૫,૦૦૦- તથા ૧૦ નંગ સોનાની નાકની કાંટી જેની કિ.રૂ. ૧૦,૦૦૦- તથા ૨૦ નંગ ચાંદીની વીટીઓ જેની કિ.રૂ.૨,૦૦૦- તથા ૮ નંગ નાના-મોટા ચાંદીના રાણીછાપના સિકકા જેની કિ.રૂ.૩,૦૦૦- તથા એક જોડ પગમાં પહેરવાના વેઢ(પંજો) જેની કિ.રૂ.૨,૦૦૦- ની મત્તા ની ચોરી થઈ હોવાનો પોલીસ ના ચોપડે ગુન્હો નોંધાયો છે જેના આધારે પોલીસ આરોપી ને પડકવાની તજવિજ હાથ ધરી છે

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.