ઇગ્લીશ દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જીલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપતી ધંધુકા પોલીસ - At This Time

ઇગ્લીશ દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જીલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપતી ધંધુકા પોલીસ


ઇગ્લીશ દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જીલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપતી ધંધુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવિરસીંગ યાદવ સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓનાં સીધા માર્ગદર્શન હેઠળ માથાભારે તથા પ્રોહી બુટેલગરો દ્વારા ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશનની તથા અસામાજીક પ્રવૃતિની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીને જાળવી રાખવા સારૂ આવા ગુનાઓ સાથે સંકળાયેલ ઇસમો તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા મળેલ સુચના મુજબ ધંધુકા પો.સ્ટેમાં અવાર નવાર પ્રોહીબિશનની પ્રવૃતિ કરવાનાં ગુનામા સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. સાહેબ અમદાવાદ તરફ નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ સાહેબ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવા સાહેબ મારફતે મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. સાહેબ અમદાવાદ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી આરોપી સીરાજભાઇ હૈદરભાઇ પાયક રહે. ધંધુકા, ખાનજીવાડા, તા.ધંધુકા જી.અમદાવાદ વાળા વિરૂધ્ધમાં તા.૧૦/૧૦/૨૦૨૩ નાં રોજ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ હોય જે આરોપીને પાસા વોરંટ આધારે તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ પકડી પાડી જીલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપેલ છે ઉપરોકત પાસા વોરંટની કામગીરીમા પો.ઇન્સ એસ.વી.ચૌધરી તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ તથા એ.એસ.આઇ. હરદીપસિંહ તથા અ.હે.કો. પ્રવીણભાઇ તથા પો.કો. છત્રપાલસિંહ તથા પો.કો. અનીલભાઇ ડ્રા.પો.કો. જાદવભાઇ વિગેરે જોડાયેલ હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.