મહેર સમાજના ભામાશા અને વિદ્યાપુરુષ ડૉ વિરમભાઈ ગોઢાણીયાનો આજે ૮૫મોં જન્મ દિવસ
આજે શૈક્ષણિક સંકુલ ખાતે સ્થાપક,જાણીતા શિક્ષણ પ્રેમી, જાણીતા દાતા ડો વિરમભાઇ ગોઢાણીયાનાં ૮૫મા જન્મ દિવસ ઉજવણી નું થયેલ આયોજન
ગોસા(ઘેડ) : પોરબંદર ના મહેર સમાજના ભામાશા અને જાણીતા શિક્ષણપ્રેમી, દાતા અને વિધ્યા પુરુષ ડૉ. વિરમભાઈ ગોઢાણીયા ના ૮૫માં જન્મ દિવસની ભવ્ય ઉજવણી નિમિતે કોર્ડિંગ,લેબ, ગોઢાણીયા મહિલા કોલેજ વેબસાઈટમાં બજાર, ડોટકોમ, રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પો ની શુભારંભ સાથે કરવામાં આવશે.
આજે શૈક્ષણિક સંકુલ ના ઉપક્રમે અને ગોઢાણીયા મહિલા કોલેજના શ્રી ભરત મુનિ રંગ મંચ ખાતે આયોજન કરવામાં આવેલ છે
આ તકે મહિલા કૉલેજ દ્વારા આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ (કૃતિમ બુદ્ધિ ) ના ૨૧મી સદીના આધુનિક યુગમાં રાષ્ટીય શિક્ષણ નીતિ સંદર્ભે છેલ્લા છત્રીસ વર્ષથી ભણાવવાંમાં આવતી જૂની પદ્ધતિ ની જગ્યાએ નૂતન શિક્ષણ પદ્ધતિ માં બદલાવ લેવા માટે લાખોરૂપિયા ના ખર્ચે નવનિર્મિત” કોર્ડિંગ લેબ, ગોઢણીયા મહિલા કોલેજ વેબસાઈટ માં બાજાર. ડોટકોમ, રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પો “ આ તકે આજે ખુલ્લા મુકાશે.
ગૂજરાત રાજ્ય ના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ની તમામ કોલેજ માં યુ. જી.સી, સ્તરની શૈક્ષણિક વર્ષે ૨૦૨૪ થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની શરૂઆત કાર કરવામાં આવેલ છે આ” મલ્ટી પલ એન્ટ્રી એકઝીટ“ ધરાવતા યુ. જી. સી લેવલના કોલેજના અભ્યાસ ક્રમ ત્રણ વર્ષમાંથી ચાર વર્ષનો થશે આથી આગતરું આયોજન કરવાનાં ભાગ રૂપે યુનિવર્સિટી દ્વારા અત્યાર થીજ આ સુધારા આવતા વર્ષે રાષ્ટીય શિક્ષણ નીતિ -૨૦૨૦ના સંદર્ભે તૃતીય વર્ષેના વિદ્યાર્થીઓને ઇન્ટર્નરશિપ કરવાનું થશે.તેજ રીતે શૈક્ષણિક વર્ષે ૨૦૨૬- ૨૭માં યુ. જી. સી માટે સૌપ્રથમ ચોથા વર્ષનો પ્રારંભ થશે.ત્યારે ગોઢાણીયા મહિલા કોલેજ દ્વારા આર્ટિ ફિસીયલ ઇન્ટેલીજન્સ (કૃત્રિમ બુદ્ધિ) ના ૨૧મી સદીના આધુનિક યુગમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦સઁદર્ભે છેલ્લા છત્રીસ વર્ષથી ભણાવવાં આવતી જૂની પદ્ધતિ ની જગ્યાએ નૂતન શિક્ષણ પદ્ધતિ માં બદલાવ લાવવા માટે આઠ લાખ ના ખર્ચે અત્યન્ત આધુનિક આ ડિકોર્ડિંગ લેબ, ગોઢાણીયા મહિલા કોલેજ વેબસાઈટમાં બાજાર. ડોટકોમ ,અને રિસર્ચ ઈન પ્રેક્ટિસ પ્રકલ્પોનું ડૉવિરમભાઈ ગોઢાણીયા ના જન્મ દિન ઉજવણી નિમિતે ખુલ્લા મુકાશે.
કેન્યાના હિન્દુ કાઉન્સિલ સભાના સદસ્ય, કેન્યા ની શાળા મહાશાલા નાં સ્કૂલ ઓફ ગવર્નર્સ , યુ. કે. મા ગોઢાણીયા ફાઉન્ડેશન નાં સ્થાપક, મહેર સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક અને પૂર્વ. પ્રમુખ, જેવા હોદા ઓ સાંભળ્યા છે. સાંદીપનિ વિદ્યા નિકેતન ના પ્રણેતા, રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઇ ઓઝા દ્વારા” રાજર્ષિ એવોર્ડ”થી નવાજવામાં આવેલ છે.
નાની ઉમરે જ વિદેશ માં સ્થાયી થઈને વતનમાં શિક્ષણ સંસ્થા નાં માધ્યમ થી શ્રેષ્ઠ શિક્ષણ ની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે, શહેરની મધ્યમાં ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ મા કેજી થી પીજી સુધીની સુવિધા પુરી પાડી છે. અદ્યતન સુવિધા સાથેની સિવિલ, મિકેનિકલ કમ્પ્યુટર અને કેમિકલ ડિપ્લોમા ડિગ્રી કોર્સ સાથે બી.સી. એ., એમ.એસ.સી., આઈ ટી, એમ.બી.એ. અભ્યાસ ક્રમની ગોઢાણીયા એન્જિનિયરિંગ કોલેજ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઈન આઈ. ટી કોલેજની શ્રેષ્ઠ સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે.
આથી બહારગામ જતા છાત્રો. માટે અત્યાધુનિક છે કે, સને ૧૯૯૦ માં સંકુલના નિર્માણમાં થયેલ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ માં પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ડૉ વિરમભાઈ ને ધર્મ રત્ન અને નગર રત્ન એવોર્ડ થી નવાજ્યા હતાં, પોરબંદર રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સને ૧૯૯૦માં શિક્ષણપ્રત્યે અનુદાન અને સેવા બદલ “હુશેન ચાચા રોટરી ‘” એવૉર્ડ એનાયત કરાયો હતો.તેજ રીતે શિક્ષણ ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ અને શિક્ષણ પ્રત્યે પ્રતિબંધતા ના કારણે ૨૦૦૬માં ગુજરાત સ્થાપના દિને ગૂજરાત સરકાર દ્વારા “વિશિષ્ટ વ્યક્તિ તરીકે ગૌરવ એવૉર્ડ “થી સન્માનિત કરાયા હતાં .
સમાજના ઘડતરમા નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી “સમાજ રત્ન “ નું બિરુદ પામ્યા, દેશ -વિદેશ માં વસતા મહેર સમાજને સંગઠિત કરી સામાજિક, શૈક્ષણિક કાર્યના વિકાસ માં સહભાગી બન્યા “જનની અને જન્મ ભૂમિ સ્વર્ગ કરતા મહાન છે “ વિદેશમાં ઉછેર થયો હોવા છતાં તેઓ હંમેશા ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા રહ્યા છે.
ડૉ. વિરમભાઈ એ પોતાના જીવનના ૭૫ વર્ષે પૂર્ણ કર્યા નિમિતે અમૃત મહોત્સવ ની ભવ્ય સંકુલ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે વિદ્યાપુરુષ ડૉ વિરમભાઈ ગોઢાણીયા અમૃત પર્વ અભિવાદન દળદાળ ગ્રન્થ પ્રકાશિત કરી દેશવિદેશ સહીત પોરબંદર ગુજરાતના સૌ સરવાતોદ્વારા ભાવ વંદના કરવામાં આવી હતી.શિક્ષણ અને સમાજના સ્વ્પ્ન દ્રષ્ટા તરીકે નું મિશન અને વિઝનનું દર્શન કરી લોકોનું જીવન ધોરણ ગુણવતા સભર અને લાઇફ સ્કિલ અન્યને પ્રેરક બને તેમાટે નું “મહેર સમાજ ની આજ, ગઈકાલ, અને આવતીકાલ “ પુસ્તક દેશ વિદેશ માં ખુબજ આવકાર પામ્યું છે.
ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલાય ન્યૂ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ને આવકારી એશી વર્ષની આયુમાં પણ શિક્ષણ ક્ષેત્રે સક્રિય રહીને આ શિક્ષણ નીતિ પર અને દેશના ટોચના વિશેષજ્ઞોએ વ્યક્ત કરેલા વિચારો પર ખૂબ ચિંતન મનોમંથન કરીને “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦”:એક ચિંતન અમારી નજરે “ તેમજ ” ક્વોલિટી એડયુકેશન “ પુસ્તકો પ્રકાશિત કર્યા તેમજ સંકુલની સહિયારી સચિત્ર શિક્ષણ યાત્રા “જ્ઞા્નોત્સવ “ પુસ્તક પ્રકાશિત કર્યું છે.
વ્યવસાયે તબીબી ડોકટર હોવા છતા ક્વોલિટી એડ્યુકેશન, વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇનોવેશન,સંશોધન, સર્જનશીલતા, પ્રયોગ શીલતા, અને મૂલ્ય શિક્ષણમાં માને છે. આજ ના હાઇટેક ડિજિટલ અને એ.આઈ.નાં યુગમાં શિક્ષણ આપવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. બોર્ડ -ચોક અને ડસ્ટરનું સ્થાન ડીઝીટલ સ્માર્ટ કલાસેએ લીધું છે. ત્યારે તેમને પોરબંદર પંથકના દીકરા દીકરીઓને શિક્ષણ, શિસ્ત, અને સંસ્કાર સાથે વિદેશ જેવું ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે ની આધુનિક સુવિધા ઉપલબ્ધ બનાવી છે. તેમના ધર્મ પત્નિ શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા તેમના પગલા ને અનુસરીને શિક્ષણ ના” જ્ઞાન યજ્ઞ “ મા સક્રીય યોગદાન આપી રહ્યાં છે વિદેશની ધરતી પર રહીને જન્મ ભુમિ પોરબંદર મા સામાજિક, શૈક્ષણિક અને સેવા ક્ષેત્રે ઉમદા શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે ત્યારે તેમના જન્મ દિવસ મોબાઈલ ૯૮૭૯૬- ૪૦૪૦૮ પર શુભેચ્છાઓ વિદ્યા સંકુલ દ્વારા પાઠવવામાં આવી રહ્યી છે ત્યારે અખબાર પરિવાર દ્વારા પણ તેમના ૮૫ મા જન્મ દિવસ ની અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
