બાલાસિનોરમાં ફળફળાદી વેચતા વેપારીઓની દાદાગીરી સામે આવી વેપારીઓ દ્વારા મહિલાઓ અને બાળકોને ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપવામાં આવે છે - At This Time

બાલાસિનોરમાં ફળફળાદી વેચતા વેપારીઓની દાદાગીરી સામે આવી વેપારીઓ દ્વારા મહિલાઓ અને બાળકોને ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપવામાં આવે છે


બાલાસિનોરમાં ફળફળાદી વેચતા વેપારીઓની દાદાગીરી સામે આવી
વેપારીઓ દ્વારા મહિલાઓ અને બાળકોને ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપવામાં આવે છે
બાલાસિનોર
બાલાસિનોર નગર વિસ્તારમાં પરપ્રાંતીય ફળફળાદી વિસ્તાર વેપારીઓની દિનપ્રતિદિન દાદાગીરી વધતી જાય છે ત્યારે આ વેપારીઓ મહિલાઓ અને બાળકો પર પણ પોતાની દાદાગીરી બતાવી અને બગડેલું ફળફળાદી તંત્રની રહેમ નજર હેઠળ વેચી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર અમદાવાદ ઢાળ નજીક તેમજ સલયાવડી જકાતનાકા પાસે બે પરપ્રાંતિય યુવાનો દ્વારા સ્થળ ફળાદી ના દુકાન બહાર ગેરકાયદેસર સ્ટોર લગાવવામાં આવ્યા છે આ દુકાન દારો મોટા ભાગનું ફળ બગડેલું અને વિલાય ગયેલું રાખે છે જો કોઈ મહિલા આ ફળ લેવા આવે તો તેઓ સામે ખરાબ નજર સાથે તોછડાઈ ભર્યુ વર્તન કરે છે આ બાબતે એક જાગૃત મહિલાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે ફળ લેવા જઈએ ત્યારે આ દુકાનદારો અમારી સામે ખરાબ નજરે જોવે છે તેમજ આ દુકાનદારો બગડેલા ફળ વેચે છે જો કંઈ કહીએ તો તુમાખી ભર્યા વલણમાં કહે છે કે આ છે લેવું હોય તો લો નહિ તો ચલતી પકડો તેમ કહી અંદરો અંદર ગંદી ગાળો પણ બોલતા સંભળાય છે ત્યારે આવા દુકાનદારો તંત્રની રહેમ નજર હેઠળ બગડેલું ફળફળાદી સીધા લોકોને પધરાવી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ, નગરપાલિકા વિભાગ સહિત ફૂડ એન્ડ ટ્રક્સ વિભાગ દ્વારા નક્કર પગલા ભરી આવા દુકાનદારો સામે સખત કાર્યવાહી કરવા નગરજનોની માંગ ઉઠી છે.

ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.