વિરપુરમાં રૂ. 213.20 લાખના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાસંદના હસ્તે કરવામાં આવ્યું…
મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે રૂ. 213.20 લાખના ખર્ચે નિર્માણ પામેલા નવીન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ભુમીદાતા મુકેશભાઈ શુક્લ, અંબાલાલ શાહ તથા અનેક અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતાં સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા ગામડાં સુધી શહેર જેવી આધુનિક સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે જાહેર મિલકતને સાચવવા અને સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોની ભાગીદારી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું જ્યારે નડિયાદ એસ.ટી. વિભાગના નિયામકએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ, ભૂમિ દાતા ખેડા જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશ શુક્લ અંબાલાલ શાહ સહિત વિવિધ અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવનિર્મિત બસ સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથે વેઇટિંગ હોલ, કંટ્રોલ રૂમ, કેન્ટીન (કિચન સાથે), પાણી માટેનો રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વિવિધ સ્ટોલ, ડ્રાઈવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ તથા લેડીઝ કંડક્ટર માટે અલગ રૂમ અને મુસાફરો માટે શૌચાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
