લાઠી તાલુકા માટે ખેતર ફરતે તાર ફેન્સિંગ વાડ બનાવવા સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલમા લક્ષ્યાંક વધારી ખુલ્લું મૂકવા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા દ્વારા રજૂઆત કરવામાં આવી - At This Time

લાઠી તાલુકા માટે ખેતર ફરતે તાર ફેન્સિંગ વાડ બનાવવા સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલમા લક્ષ્યાંક વધારી ખુલ્લું મૂકવા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા દ્વારા રજૂઆત કરવામાં આવી


લાઠી તાલુકા માટે ખેતર ફરતે તાર ફેન્સિંગ વાડ બનાવવા સહાય મેળવવા

આઇ ખેડૂત પોર્ટલમા લક્ષ્યાંક વધારી ખુલ્લું મૂકવા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા દ્વારા રજૂઆત કરવામાં આવી

હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતો ના હિત માટે સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતો જૂથમાં ઓછામાં ઓછાં બે હેકટર વિસ્તાર (ક્લસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા માટે રનિંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય ચૂકવવામાં આવનાર હોય તે માટે તા.૦૮-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામા આવેલ પરંતુ લાઠી તાલુકાના ફાળવેલ લક્ષ્યાંક મુજબની અરજીઓ ટુંક સમયમાં પૂર્ણ થવાના કારણે ઘણા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવાની બાકી રહી ગયેલ ખેડૂતોને સહાયથી વંચિત ન રહે તે માટે લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી લાઠી બાબરા તાલુકાના લક્ષ્યાંક મા વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે.

રીપોર્ટ : હાર્દિક તળાવિયા બાબરા


9723238602
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.