પ્રજા ના સામુહિક સુખ નો મૂલાધાર સુચારૂ રાજ્ય વ્યવસ્થા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના એ કુવ્યવસ્થા નું પરિણામ છે લઠાંકાંડ પેપર ફોડ તક્ષશીલા પછી શું તીર મારી દીધું ? - At This Time

પ્રજા ના સામુહિક સુખ નો મૂલાધાર સુચારૂ રાજ્ય વ્યવસ્થા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના એ કુવ્યવસ્થા નું પરિણામ છે લઠાંકાંડ પેપર ફોડ તક્ષશીલા પછી શું તીર મારી દીધું ?


પ્રજા ના સામુહિક સુખાધિકાર નો મૂલાધાર એ સુચારૂ રાજ્ય વ્યવસ્થા છે મોરબી ઝૂલતા પુલ ની દુર્ઘટના એ પહેલીવાર ની છે ? કુવ્યવસ્થા માટે દુષ્ટ અને ભ્રષ્ટ તંત્ર અને નેતા જવાબદાર નથી ? અયોગ્ય વ્યક્તિ ને ચૂંટી મોકલવા આપણે પણ જવાબદાર નથી ? આવી ઘટના દુર્ઘટના પહેલી વાર બની છે ? પુલ તૂટવા લઠાંકાંડ પેપર ફૂટવા તક્ષશીલા જેવી ઘટના સહજ થઈ ગયું છે સરકાર કોઈ પણ પક્ષ ની હોય આઝાદી પછી ઉતરોતર ભાષા સંસ્કૃતિ જાતિ જ્ઞાતિ ધર્મ ના નામે વર્ગ વિગ્રહ કરાવી સતા માં ટકી રહેતા માતેલા સાંઢ જેવા નફ્ફટ નેતા ઓ ક્યારેક મંદિર મસ્જિદ તો ક્યારેક ભાષા સંસ્કૃતિ જાતિ પ્રાંત ના નામે ૭૫ વર્ષ થી પ્રજા ને ઉલ્લુ બનાવી રહ્યા છે હવે તો જાગો  સરકારી યોજના ઓ પ્રજા ના કર માંથી બજેટ જોગવાઈ કરી બનાવાય છે આ મફત રેવડી નેતા ઓના બાપ ના નાણાં માંથી ક્યાં બને છે ? ગુજરાત માં આવી ઘટના પહેલી વાર બની છે ? સુરત તક્ષશીલા લઠાંકાંડ માં તંત્ર એ શુ તીર મારી દીધું ? મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં આંડું પાંડુ ને આરોપી બનાવી દીધા શુ ? સિક્યુરિટી ગાર્ડ કે ટીકીટ બારી નો મેનેજર જવાબદાર છે ? સરકાર જિલ્લા કલેકટર પ્રાદેશિક કમિશનર શહેરી વિકાસ વિભાગ ની કોઈ ભૂમિકા કે જવાબદારી નથી ? નગર પાલિકા ની ૧૯૬૩ ની જોગવાઈ ૬૫ /૨  એક લાખ થી વધુ ની કિંમત ધરાવતી એક વર્ષ કરતા વધુ સમય માટે નો કોઈપણ મિલ્કત ના કરાર માં સરકાર માં મંજુરી મેળવવા નો સરેઆમ ભંગ કરનાર દુષ્ટ પાપી ઓ આરોપી નથી ?  લોકશાહી ના મૂલાધાર મતદારો એ પણ યોગ્ય વ્યક્તિ ઓને ચૂંટી મોકલવા સ્વંયમ જાગૃત બની મતદાન કરી આવા દુષ્ટ અને ભ્રષ્ટ નેતા ઓને ધર ભેગા કરવા નો સુવર્ણ અવસર આવી રહ્યા છે તેનો સદુઉપીયોગ કરી સુવ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ આવી  કુવ્યવસ્થા ક્યાં સુધી સહન કરી શુ  ? મોરબી પુલ દુર્ઘટના માં જવાબદાર જલ્લાદો ને બદલે સામાન્ય કર્મચારી કે જેવો ચીઠ્ઠી ના ચાકર છે તેને મુખ્ય આરોપી બનાવી દુષ્ટ અને ભ્રષ્ટ વ્યક્તિ ઓને બચાવવા સરકાર ખુદ મેદાને પડી છે લોકશાહી માં વિરોધ ને ગૂંગળાવી મારવા કેગ ના અહેવાલ ધોળી ને પી જવો માહિતી અધિકાર નો પાંગળો અમલ મુખ્ય પ્રધાન ના રાહત ભંડોળ ની વિગતો ને ગુપ્તતા નો પડદો આવા અનેકો ગેરવહીવટ ને સુશાસન તરીકે ખપાવી સરકાર નું આતે કેવું શાસન ? સરકાર ખોટી સિધ્ધિ દેખાડવા માટે તાયફા કરતી રહે છે આવી દુર્ઘટના પછી પણ પ્રધાન મંત્રી ની સભા ઓ રેલી ઓતો ચાલતી રહી હતી ને ? આઝાદ ભારત ના વિભાવમાં જે કલ્પના પ્રમાણિક ભારત પવિત્ર સ્વચ્છ ભારત સમૃદ્ધ સશક્ત ભારત આ બધુ બોલવા સાંભળવા માં સારું લાગે વાસ્તવ માં નહિ બુદ્ધિ ના લઠ અપાત્ર વ્યક્તિ ઓના હાથ શાસન બિન કાર્યક્ષમ બિન અનુભવી જાડી ચામડી ના વ્યક્તિ ઓને મંત્રી બનાવાય છે જ્યારે બુદ્ધિશાળી નિપુણ વ્યક્તિ ઓને હાસિયા પાછળ ધકેલી દેવાયા છે નહિતર આટલી બધી સમસ્યા હોય ખરી ? નિર્ણય શક્તિ બુદ્ધિ કુશાગ્ર વ્યક્તિ ઓની કમી નથી પણ બુદ્ધિ ના લઠ આગળ થઈ ગયા છે જ્ઞાનવાન માણસો ને મંત્રી પદ ને બદલે ગાંડા ને મંત્રી બનાવી દેવા થી આવી ઘટના દુર્ઘટના નિરંતર બનતી રહે છે સુરત તક્ષશીલ પછી શું ? લઠાંકાંડ પછી શું ? મોરભી ઝૂલતા પુલ દુર્ઘટના પછી ? બીજી દુર્ઘટના બને ત્યાં સુધી રાહ જુવો કેન્ડલ માર્ચ મીણબત્તી લઈ શ્રદ્ધાંજલિ આપતા રહો ટેન્ડર ઓરેવા કંપની નુ હતુ ખામી પૂલમાં હતી.રીપેર હોસ્પિટલ કરી નાખી..
અને ધરપકડ સીક્યુરીટી ગાર્ડ ની થઈ
વાર્તા પુરી

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.