અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ - At This Time

અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ


અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા..

અમરેલી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એ વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવા સહિતના સૂચન કર્યા હતા.

આ બેઠકમાં શાળાઓ આગળ સાઇન બોર્ડ લગાડવાની કામગીરી અંગે પણ સમિતિએ ચર્ચા કરી અને માર્ગો પર આવતી શાળાઓની યાદી તૈયાર કરવાની તજવીજ હાથ ધરવા જણાવ્યુ હતુ. રોડ સેફટી સંદર્ભે વિવિધ વિભાગ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી માર્ગ સલામતી માટે જરુરી પગલાંઓ લેવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ પઢિયાર અને શ્રી શાહે માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, માર્ગ અને મકાનના વિભાગ રાજ્ય અને પંચાયત, પોલીસ, આરોગ્ય, નેશનલ હાઈ-વે ઓથોરિટી, ઇમર્જન્સી સેવા ૧૦૮ સહિત કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image