ગુજરાતી ગીત સ્વરૂ૫ અને સ્થિત્યંતરો વિષય ઉપર છે એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો - At This Time

ગુજરાતી ગીત સ્વરૂ૫ અને સ્થિત્યંતરો વિષય ઉપર છે એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો


તારીખ 26 9 2024 ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને શ્રીમતી સી.આર ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે "ગુજરાતી ગીત : સ્વરૂપ અને સ્થિત્યાન્તરો" વિષય પર રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો. ડૉ.સુશીલા વ્યાસ ની પ્રાર્થનાથી શરુ થયેલ પરિસંવાદમાં અધ્યક્ષ તરીકે મા.મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે પોતાના શુભેચ્છા સંદેશ દ્વારા કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ-ગોધરાના યશસ્વી અને સફળ કુલપતિશ્રી પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે ઉપસ્થિત રહી પરિષદ અને કોલેજને માતૃભાષા ના સંવધૅનના આ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે કોલેજ સંચાલક મંડળના પ્રમુખશ્રી ડૉ. હિરેન પંડ્યા, પરિષદના અધ્યક્ષ શ્રી હર્ષદ ત્રિવેદી મહામંત્રી શ્રી ડૉ.સમીર ભટ્ટ, સંચાલક મંડળના મંત્રી શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સહમંત્રી શ્રી મણીભાઈ પટેલ કોલેજના આચાર્યશ્રી ડૉ. એમ કે મહેતા વગેરે મહાનુભાવોએ સ્વાગત બાદ ઉદ્ઘાટન બેઠકનો પ્રારંભ કર્યો હતો.
પરિસંવાદના બીજરૂપ વક્તવ્યમાં ડૉ.વિનોદ જોશીએ ગીત સ્વરૂપ:એક પુનૅવિચાર, ડૉ.રાજેશ પંડ્યાએ દયારામ અને નાનાલાલ કવિ શ્રી ડૉ. વિનોદ ગાંધીએ ઉમાશંકર અને સુંદરમ, કવિ શ્રી મહેન્દ્ર જોશીએ રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત, કવિ શ્રી સંજુવાળાએ રમેશ પારેખ અને ચંદ્રકાંત શેઠના સજૅન વિશે વિદ્વતા પૂર્ણ વિચારો શ્રોતાઓ સમક્ષ મૂકી ગુજરાતી ગીત સાહિત્યના વૈભવનો પરિચય કરાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.હષૅદા શાહે કર્યું હતું અને અંતમાં આભાર વિધિ પ્રો. જયસિંહ એલ ખાંટ અને ડૉ.પરેશ ચૌઘરી દ્વારા કરવામાં આવી હતી.

સર્જિત ડામોર (કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.