અંજારના વરસામેડી (તા. અંજાર): શ્રી અખિલ ગુજરાત માતૈઇદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ – વરસામેડી સોમવતી અમાસના રોજ યાત્રાધામ મધ્યે સ્વ. કરસનભાઈ અજુભાઈ નંજાર પરિવાર (મૂળ ગામ – ગેલડા, હાલે ગાંધીધામ) ના સહયોગથી મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) નું ભૂમિપૂજન કરવામાં આવ્યું
કચ્છ અંજારના વરસામેડી (તા. અંજાર): શ્રી અખિલ ગુજરાત માતૈઇદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ - વરસામેડી દ્વારા હાલે નવા મંદિરના નિર્માણની સાથે સાથે સોમવતી અમાસના રોજ યાત્રાધામ મધ્યે સ્વ. કરસનભાઈ અજુભાઈ નંજાર પરિવાર (મૂળ ગામ - ગેલડા, હાલે ગાંધીધામ) ના સહયોગથી મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) નું ભૂમિપૂજન માગસર વદ અમાસ તા.૩૦-૧૨-૨૦૨૪, સોમવારના કરવામાં આવેલ. સવારે ૧૦-૩૦ કલાકે જ્ઞાની માતંગ ગુરુશ્રીઓ દ્વારા ધુપ-પૂજા અને ૧૧-૩૦ કલાકે અજીપારદાદાનો લોટ કરવામાં આવેલ ત્યાર બાદ દાતા પરિવારના શ્રીમાન ગોવિંદભાઈ કરશનભાઈ નંજાર દંપતી અને પરિવારના વરદ હસ્તે ધર્મગુરુશ્રીઓ તથા ધાર્મિક સ્થાનો અને સમાજના આગેવાનો અને ગત ગંગાની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવેલ ત્યારબાદ દાતા પરિવારનો યાત્રાધામ ટ્રસ્ટ તરફથી સન્માન કરવામાં આવેલ,
આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી મુરજીદાદા માતંગ અને શ્રી અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ શ્રી ધીરજદાદા દયાલદાદા માતંગ અને અખિલ કચ્છ મહેશ્વરી ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી ભારમલભાઈ પી. ગરવા આર્શિવચન પાઠવેલ અને તેઓશ્રીનો ટ્રસ્ટ તરફથી સન્માન કરવામાં આવેલ,
શરૂઆતમાં યાત્રાધામના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પી. માતંગએ સૌ ઉપસ્થીતોને આવકાર્યા હતા, કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ શ્રી ભચુભાઈ જી. પિંગોલ તેમજ આભારવિધિ મહામંત્રી શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવએ કરેલ. આ કાર્યક્રમમાં ધર્મગુરુ સર્વે શ્રી રમેશભાઈ મતિયા, શ્યામભાઈ માતંગ, શ્રી વાલજીભાઈ મતિયા, શ્રી લક્ષ્મણભાઈ દેવરાજભાઈ માતંગ વણઝારા, શ્રી મહેશભાઈ મતિયા, સામાજિક અગ્રણી શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા, નારાણભાઈ સોંધરા, વાલુબેન ધેડા, પુનમભાઈ ચુણા, જીવરાજભાઈ ભાંભી, કરસનભાઈ પી. દનીચા, ઈશ્વરભાઈ મહેશ્વરી, આલાભાઈ સોંધરા, ગોવિંદભાઈ પી. દનિચા, શિવજીભાઈ વિગોરા, દીપેનભાઈ જોડ, મેઘજીભાઈ સોધમ, કિશોરભાઈ મતિયા, મયુરભાઈ બળિયા, મનોજભાઈ વિસરિયા, પેરાજભાઈ બળિયા, કમલેશભાઈ માતંગ, ભાણજીભાઈ નઝાર, મહેશભાઈ ધુવા, બાવાભાઈ ભોજાભાઈ દેવરિયા, મોહનભાઈ જી. ધુવા, નારાણભાઈ ઘુવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જેઓને યાત્રાધામ ટ્રસ્ટ તરફથી આવકારવામાં આવેલ,
આ કાર્યક્રમ બાદ બપોરના સમૂહ પ્રસાદ રાખવામાં આવેલ, કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પી. માતંગ, પૂજારી શ્રી મુરજીદાદા માતંગ, મહામંત્રી શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, શ્રી કિશોરભાઈ માતંગ, બચુભાઈ પીગોલ, કરશનભાઈ પી. દનીચા, હરેશભાઈ ભરાડીયા, બાવાભાઈ ધેડા, નિતિનભાઈ ધુવા, બાબુભાઈ કારિયા, ખેરાજભાઈ મહેશ્વરી, પુરબાઈ ડોરુ, ગોપાલભાઇ સોંધરા, દિપક વિજોડા, ભાવેશ ચંદે વિગેરે જહેમત ઉઠાવેલ.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે
