સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ નો રખિયાલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો - At This Time

સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ નો રખિયાલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો


દહેગામ તાલુકાના રખિયાલ ગામે થી સ્વચ્છતા અભિયાન ના ભાગરૂપે સ્વચ્છતા એજ સેવા ઝુંબેશ નો પ્રારંભ રખિયાલ રેલવે સ્ટેશન થી કરવામાં આવ્યો. ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.કે.પટેલ તથા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ ઝુંબેશનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ બે માસની ઝુંબેશ દરમ્યાન જુદી જુદી થીમ ઉપર દર રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. તેમજ દરેક સફાઇ કામના સુચારું આયોજન માટે નોડલ અધિકારીઓની પણ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નિમણુંક કરવામાં આવી છે. આઠ સપ્તાહ સુધી ચાલનારી આ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત રખિયાલ ખાતે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને સામુહિક શૌચાલયો સહિતની સફાઇ કરવામાં આવી .આ ઉપરાંત સ્વચ્છતા ના છપત પણ લેવડાવામા આવ્યા હતા. આ પ્રસંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.કે.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા - તાલુકા પંચાયત સદસ્યો તથા દહેગામ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, રેલવે સ્ટેશન ના કમૅચારીઓ અને અધિકારી તથા રખિયાલ ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, ઉપ સરપંચ, સદસ્યો, સફાઈ કામદારો હાજર રહ્યા હતા. , , , રીપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.