ગામના ખેડૂતો ના સહયોગથી ખેરડી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નિર્માણ.
ગામના ખેડૂતો ના સહયોગથી ખેરડી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નિર્માણ.
રાજકોટ અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તથા ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ તાલુકાના ખેરડી ગામના ખેડૂતો દ્વારા સંપૂર્ણ લોગ ભાગીદારીથી વિશાળ ચેકડેમનું નિર્માણ કરવામાં આવેલ છે. જે ચેકડેમ બનવાથી વરસાદ નું શુધ્ધ પાણી તો સ્ટોરેજ થાશે સાથે સાથે નર્મદાની પાઈપ લાઈન ત્યાં નજીક થી જતી હોવાથી ભવિષ્ય માં પાણીની તંગી ઉભી થાઈ તો ત્યાંથી પાઈપ લાઈનમાં વાલ મુકીને આ ચેકડેમ તો ભરાશે. સાથે સાથે બે વર્ષે પહેલા ખેરડી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના અન્ય દાતાઓ દ્વારા ૮ ચેકડેમ નો જીર્ણોધાર કરવામાં આવેલ હતો. તે ચેકડેમો ભરાશે જેનાથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવ જાતની રક્ષા થાશે. ખેડૂતોની ખેતીની આવક માં વધારો થાશે, જેથી દેશની આર્થિક સ્મૃધિમાં વધારો થાશે.આજ રીતે સ્વયંમભુ ગામના ખેડૂતો, સરપંચ, મંડળી ના પ્રમુખો અને મંત્રીઓ દ્વારા સંગઠન કરવામાં આવે તો કાયમી માટે દુષ્કાળ ને જાકારો મળી શકે તેમ છે. દરેક લોકો વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે જોડાઈ જવું જોઈએ.આ કાર્યક્રમમાં ખેરડી ગામના સરપંચ મહિલા શ્રીમતી રૂપલબેન રીબડીયા ખેરડી મંડળીના પ્રમુખ હરજીભાઈ પીપળીયા રમેશભાઈ મોલીયા પરેશભાઈ મોલિયા, કાનજીભાઈ મોલીયા ગગજીભાઈ રીબડીયા કમલેશભાઈ રામાણી વલ્લભભાઈ રામાણી દેવરાજભાઈ રામાણી નરશીભાઈ રૈયાણી જીતેન્દ્રભાઈ સગપરીયા, હસુભાઈ રૈયાણી નરશીભાઈ રૈયાણી,વિનુભાઈ સગપરીયા, જગદીશભાઈ સગપરીયા, બાબુભાઈ રામાણી કુરજીભાઈ રૈયાણી કલાભાઈ ભુરાભાઈ વિનોદભાઈ સગપરિયા શંભુભાઇ સગપરીયા વિનોદભાઈ લુણાગરિયા ચેતનભાઈ મોલિયા ધરમશીભાઈ મોલિયા ભાવેશભાઈ વેપારી દીપકભાઈ વેપારી શામજીભાઈ મોલિયા પ્રવીણભાઈ મોલિયા ગોરધનભાઈ મોલિયા ગાંડુભાઈ લુણાગરિયા બાબુભાઈ લુણાગરીયા વેલજીભાઈ લુણાગરીયા દિનેશભાઈ સગપરીયા લાલજીભાઈ સગપરીયા તથા સર્વે ગ્રામજનો દ્વારા તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરેલ છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ પ્રતાપભાઈ પટેલ વિરાભાઈ હુંબલ રમેશભાઈ ઠક્કર રમેશભાઈ જેતાણી અશોકભાઈ મોલિયા પણ હાજર રહયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
