કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા પૂર્વ સાંસદ સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિત માં મળી - At This Time

કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા પૂર્વ સાંસદ સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિત માં મળી


અમરેલી કુકાવાવ તાલુકા સહકારી લિમિટેડ ની સભા મળેલ માજી સાંસદ સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ની ઉપસ્થિત માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ તારીખ ૧૪/૦૭/૨૩ ના રોજ સવારે ૯-૩૦ કલાકે શ્રી કુકાવાવ તાલુકા સહકારી સંઘ લિમિટેડ ની સભા મળેલ જેમા માજી સાંસદ માજી ધારાસભ્ય સંઘના ડાયરેક્ટર અને જમીન વિકાસ બેંક અમરેલી ના ચેરમેન શ્રી વીરજીભાઈ ઠુંમર સંઘના ચેરમેન રવજીભાઈ પાનસુરીયા ડાયરેક્ટરો રવજીભાઈ  પાઘડાળ વનરાજભાઈ લાખાભાઈ પદમાણી વિઠ્ઠલભાઈ લોધાણવદરા વિઠ્ઠલભાઈ હડાળા ભગવાન ભાઈ ચૌહાણ વિનુભાઈ વેગડ  કુભકો ના ડેલિકેટ ભીમજીભાઇ બોઘરા ઇફ્કો ના એરીયા મેનેજર રામાણીભાઈ કૂભકોમાથી વેગડાભાઇ ગુજકોમસોલમાથી અતુલભાઇ કિકાણી ખેતીવાડી નાયબ નિયામક શ્રી આગોલાભાઈ સંઘના મેનેજર રણછોડભાઈ દેસાઈ નાગરિક શરાફી ના મેનેજર મનીષભાઈ ભેસાણીયા તેમજ જિલ્લા મધ્ય સહકારી બેંકના માજી મેનેજર પટોળીયાભાઈ ગિફ્ટ કેર અમદાવાદ થી મેહુલભાઈ રતીબાપા ઠુમર પ્રાગજીભાઈ કાછડીયા ઉપસ્થિત રહેલ આ વર્ષનો સંઘનો નફો ૧૭  લાખ રૂપિયા થયેલ છે જેમાથી સભાસદોને ૧૫ % ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ અને ખાતર વેચાણ કરતી સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રીઓને ભેટ આપવાનું પણ આ સભામા નક્કી કરવામા આવે નેનો યુરીયા અને નેનો ડીએપી વાપરવા તેમજ સહકારી સંસ્થાઓમાંથી જ ખાતર બિયારણ ખરીદવા સંઘમાં ઇફ્કો ની દવાઓ તેમજ કપાસના બિયારણ માંથી ખરીદવા અનુરોધ કરવામાં આવે છે વીરજીભાઈ ઠુંમર ને રવજીભાઈ પાનસુરીયા જણાવેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.