કુબલીયાપરામાં દંપતીનો ઝઘડો જોઈ રહેલ દસ વર્ષના બાળકને છરીનો ઘા ઝીંકી દીધો
કુબલીયાપરામાં દંપતીનો ઝઘડો જોઈ રહેલ દસ વર્ષના બાળકને તું શું અમારો ઝઘડો જોવે છે તેમ કહીં છરીના ઘા ઝીંકી દેતાં બાળકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કુબલીયાપરા શેરી નં.3 માં રહેતાં સંગીતાબેન ચેતનભાઈ વાહણેકીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિશાલ વિક્રમ સાથરીયા (રહે.કુબલીયાપરા શેરી નં.3) નું નામ આપતાં થોરાળા પોલીસે બીએનએસ એક્ટ 118 (1), 352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના પતિ જુના કપડા વેંચવાનો ધંધો કરે છે. તેણી ઘર કામ કરે છે. તેમને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે.
ગઈ તા.24 ના સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ તેણી ઘરે હતી .
ત્યારે તેમનો દિકરો કુણાલ (ઉવ.10) તેમની પાસે આવેલ અને ભાગ લેવાના પૈસા માંગેલ જેથી તેને પૈસા આપતાં નજીકમાં ભાવનાબેનની દુકાને ભાગ લેવા ગયેલ હતો. ત્યાં બાજુની શેરીમાં રહેતો વિશાલ સાથરીયા અને તેમના પત્નિ બોલાચાલી કરી ઝઘડો કરતા હતાં તે ફરિયાદીનો પુત્ર જોતો હોય જેથી વિશાલ ઉશ્કેરાઈ જઈ તું શું જોવે છે, તેમ કહિ દિકરાને ગાળો બોલી પોતાના પાસે રહેલ છરી કાઢી તેણીના દિકરાને પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દિધો હતો.
ફરિયાદીના દીકરાએ બુમા બુમ કરતા તેણી ત્યાં દોડી ગયેલ ત્યારે આરોપી વિશાલ નાસી છૂટ્યો હતો. તેણીના લોહિ નિકળતુ હોય જેથી રીક્ષામાં બેસાડી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ડી.કે.ધાંધલા અને ટીમે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.