જેતપુરના સાડીના કારખાનેદાર સાથે મુંબઈના વેપારીએ 75.82 લાખની છેતરપિંડી કર્યા અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. - At This Time

જેતપુરના સાડીના કારખાનેદાર સાથે મુંબઈના વેપારીએ 75.82 લાખની છેતરપિંડી કર્યા અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


તા...22/04/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME NEWS

મુંબઈના વેપારીએ સાડીઓનું જોબવર્ક કરાવી બાકી નીકળતી લેણી રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં કારખાનેદારને ન આપી છેતરપિંડી કરી હતી.

છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં સુદામાનગરમાં રહેતા શૈલેષ પરસોત્તમભાઈ શિંગાળા (ઉ.વ 45) નામના વેપારીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઈના ભાયંદર સ્થિત ટ્રેડિંગ પેઢીના માલિક ગોવિંદ વિશ્વનાથ રોયનું નામ આપ્યું છે.

જેના આધારે પોલીસે આરોપી સામે બીએઅએસની કલમ 316 (2), 318 (4) મુજબ ગુનો નોંધ્યો છે.

વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટાભાઈ હરેશભાઈ બીમાર હોવાથી તેઓએ બળદેવધાર વિસ્તારમાં આવેલ મિશ્વા પ્રિન્ટ નામના સાડીના કારખાનાનું કુલમુખત્યારનામુ તેમના નામે કરી આપ્યું હતું. જેથી શૈલેષભાઈ મિશ્વા પ્રિન્ટનું તમામ કામ સંભાળતા હતા. જેમાં દસેક વર્ષ પૂર્વે મુંબઈના વિકાસ ટ્રેડિંગના માલિક ગોવિંદ વિશ્વનાથ રોય નામના વેપાારીએ હરેશભાઈ સાથે સાડીના કાચા મટિરિયલ સામે જોબવર્ક કરી તે ગોવિંદભાઈ કહે ત્યાં પાર્ટીઓને મોકલાવી આપવાનું નક્કી થયું હતું. જે મુજબ કારખાનેદાર જોબવર્કવાળો માલ મોકલાવતા હતા જેમાં સાતેક વર્ષ જોબવર્કના તમામ પૈસા ગોવિંદભાઈ તરફથી સમયસર ચૂકવાઇ જતા હતા.

વર્ષ 2021 થી જોબવર્ક પેટે નીકળતી રકમ ચૂકવવામાં મોડું થવા લાગ્યું હતું. જેમાં એક સમયે તો જોબવર્ક પેટે નીકળતી રકમ રૂપિયા 2,65,95,627 રૂપિયા જેટલું લેણું થઈ ગયું હતું અને કરારમાં કોઈપણ પેઢીનું જોબવર્ક કરે એટલે 90 દિવસમાં પેમેન્ટ લઈ લેવાનું નિયમ હતો. જેમાં 35 કરોડ જેટલી રકમ થઈ જતા વિકાસ ટ્રેડિંગ પાસેથી અનેકવાર ઉઘરાણી કરતા 1,88,13,166 ની રકમ આપી હતી બાકી નીકળતી 75,82, 461 માટે બે વર્ષથી ઉઘરાણી કરવા છતાં વિકાસ ટ્રેડિંગના માલિક ગોવિંદભાઈ દ્વારા તમે અમારો માલ છાપતા રહો અમે તમને તમારી નીકળતી રકમ હપ્તે હપ્તે આપી દઈશું તેમ કરી એક વર્ષ સુધી 50,000 જમા કરાવ્યા હતા. પરંતુ હવે તે પણ બંધ કરી દીધું હતું. જેથી ઉઘરાણી માટે અનેક ફોન કર્યા હતા. ત્યારબાદ નોટિસ પણ આપેલ તેમ છતાં લેણી નીકળતી રકમ પરત ન આપતા અને ફોન પણ રિસીવ ન કરતા શૈલેષભાઈ દ્વારા વિકાસ ટ્રેડિંગના માલિક ગોવિંદ રોય સામે રૂપિયા 75.82 લાખની છેતરપિંડી કર્યા આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image