શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં નવરાત્રીની ભવ્ય ઉજવણી - At This Time

શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં નવરાત્રીની ભવ્ય ઉજવણી


શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં નવરાત્રીની ભવ્ય ઉજવણી
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં નવરાત્રી 2023 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં ખેલૈયા ભાઇ બહેનો દ્વારા રાસ ગરબાની 28 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ દિવસે બેસ્ટ ખેલૈયા નાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે ડોડીયા શ્રધ્ધાબેન ઘનશ્યામભાઈ, બીજા ક્રમે સોલંકી સાધનાબેન વિપુલભાઈ તેમજ ત્રીજા ક્રમે વાઘેલા કૃપાલીબેન સહેન્દ્રભાઈ રહ્યા હતા. આ વિજેતા ખેલૈયા નાં નામ શાળાનાં આચાર્ય શ્રી મહેશભાઈ જે. રાવલ દ્વારા જાહેર કરવામાં આવેલ અને આગામી ઇનામ વિતરણ કાર્યક્રમ માં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમ જણાવેલ.
આ નવરાત્રી નું આયોજન શાળા નાં શિક્ષક રાજેશભાઈ એસ. રામાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષક શ્રી દિલીપભાઈ પી. પટેલ, શિક્ષક શ્રી ઉમેશભાઈ બી. લકાણી તેમજ ક્લાર્ક શ્રી ધર્મેન્દ્રભાઈ એન. જોષી એ ભારે જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.