મહીસાગર જીલ્લા ભાજપાના અધ્યક્ષનો વિરપુરમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો... - At This Time

મહીસાગર જીલ્લા ભાજપાના અધ્યક્ષનો વિરપુરમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો…


મહીસાગર જીલ્લા ભાજપાના અધ્યક્ષ દશરથ બારીયાનો ભવ્ય સન્માન સમારોહ વિરપુરની દેસાઇ સી.એમ. હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો આ વિશેષ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહજી ચૌહાણ, ખેડા-આણંદ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, જીલ્લા પંચાયતના સદસ્ય રમતુંભાઇ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખ નિખીલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.વિરપુર કેળવણી મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ મહેતા, ઉપપ્રમુખ પ્રદિપભાઇ શેઠ, મંત્રી દિલીપભાઇ શુક્લ, વિરપુર અર્બન બેંકના વાઇસ ચેરમેન ડો. આશિષ પટેલ અને એમ.ડી. રાજેશભાઇ સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી સન્માન સમારોહને ભવ્ય બનાવ્યો હતો.આ સમારોહમાં જીલ્લા-તાલુકા ભાજપના હોદેદારશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, વિસ્તારના સરપંચશ્રીઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પ્રશંસનીય સહભાગિતા આપી હતી. સમગ્ર કાર્યક્રમ ભાવસભર અને શ્રદ્ધાપૂર્વકની લાગણી સાથે સંપન્ન થયો હતો કાર્યક્રમના અંતે સમુહ ભોજન પીરસવામાં આવ્યું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image