બોટાદ-ધંધુકા-ગાંધીગ્રામ, સ્પેશિયલ ટ્રેન ડિસેમ્બર મહિના સુધી ચલાવવાનો નિર્ણય. - At This Time

બોટાદ-ધંધુકા-ગાંધીગ્રામ, સ્પેશિયલ ટ્રેન ડિસેમ્બર મહિના સુધી ચલાવવાનો નિર્ણય.


બોટાદ-ધંધુકા-ગાંધીગ્રામ, સ્પેશિયલ ટ્રેન ડિસેમ્બર મહિના સુધી ચલાવવાનો નિર્ણય.

બોટાદ-ગાંધીગ્રામ, બોટાદ-ધ્રાંગધ્રા અને પોરબંદર -રાજકોટ સ્પેશિયલ ટ્રેન ડિસેમ્બર મહિના સુધી ચલાવવાનો નિર્ણય યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે ભાવનગર રેલ્વે મંડળના બોટાદ-ગાંધીગ્રામ, બોટાદ-ધ્રાંગધ્રા અને પોરબંદર-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે, જેનો સમયગાળો 30 સપ્ટેમ્બર, 2023 સુધી નક્કી કરવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવેએ આ ટ્રેનોની અવધિ 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક 31. 12. 2023 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક 31. 12. 2023 સુધી લંબાવવામાં આવી છે.

3. ટ્રેન નંબર 09213 બોટાદ-ધ્રાંગધ્રા દૈનિક ડેમુ ટ્રેન 31. 12. 2023 સુધી લંબાવવામાં આવી છે.

4. ટ્રેન નંબર 09214 ધ્રાંગધ્રા-બોટાદ દૈનિક ડેમુ ટ્રેન 31. 12. 2023 સુધી લંબાવવામાં આવી છે.

5. ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક 31. 12. 2023 સુધી લંબાવવામાં આવી છે.

6. ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક 01. 01. 2024 સુધી લંબાવવામાં આવી છે.

7. ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ (મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ)
31. 12. 2023 સુધી લંબાવવામાં આવેલ છે.

8. ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર (મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ)
31. 12. 2023 સુધી લંબાવવામાં આવેલ છે.

રીપોર્ટર સી કે બારડ


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.