ફરી એકવાર રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર : 42.9 ડિગ્રી - At This Time

ફરી એકવાર રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર : 42.9 ડિગ્રી


રાજકોટ સહિત રાજયનાં ગરમીનો પ્રકોપ હજુ યથાવત રહેવા પામ્યો છે. ગઈકાલે ફરી છ સ્થળોએ 40થી43 ડીગ્રી સુધીનું તાપમાન નોંધાવા પામ્યુ હતું. સૌથી વધુ ગરમી 42.9 ડિગ્રી સાથે રાજકોટ ખાતે નોંધાવા પામી હતી.
તેમજ અમદાવાદ ખાતે 41.8, અમરેલીમાં 42.5, ભુજમાં 41.4, ડિસામાં 40.2 અને ગાંધીનગરમાં 41 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. જયારે જામનગરમાં ભર ઉનાળે તાપમાનમાં વધઘટનો દૌર ચાલી રહ્યો છે ત્યારે મહતમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો હતો. આથી લોકોએ બપોરે આકરા તાપનો અનુભવ કર્યો હતો.
તો તીવ્ર પવનના કારણે રાત્રીના લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. લઘુતમ તાપમાન સતત બીજા દિવસે 23.5 ડિગ્રી નોંધાયુ હતું. પવનની ગતિ 11.4 કી.મી. પ્રતિકલાક રહી હતી.
આથી રાત્રીથી સવાર સુધી લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને 83 ટકા રહ્યું હતું. આથી ગરમી સાથે બફારાનું જોર વધતા લોકોની મુશ્કેલી બેવડાઈ હતી. લો-પ્રેસર અને અન્ય સિસ્ટમના કારણે મહતમ તાપમાનમાં ઘટાડો થયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image