રાજકીય ક્ષેત્રે વધતું અપરાધિક સ્તર ઘનબળ થી બાહુબળ આવતા ભવિષ્ય માટે ઘાતક - At This Time

રાજકીય ક્ષેત્રે વધતું અપરાધિક સ્તર ઘનબળ થી બાહુબળ આવતા ભવિષ્ય માટે ઘાતક


રાજકીય ક્ષેત્રે વધતું અપરાધિક સ્તર ઘનબળ થી બાહુબળ આવતા ભવિષ્ય માટે ઘાતક

શાસક હોય કે વિપક્ષ કાગડા બધે કાળા જ છે. ધનબળ અને બાહુબળ રાજકીય ક્ષેત્રે વધતું અપરાધિક સ્તર ચિંતા ઉપજાવનારું દેશ ના રાજકીય ક્ષેત્ર માં વધતું અપરાધિક સ્તર ચિંતા જનક હાલ દેશના બધા રાજ્ય ના કુલ ધારાસભ્યો માંથી ૪૪ ટકા પર અપરાધિક કેસો છે કુલ ૪૦૦૧ માંથી ૧૭૭૭ ધારાસભ્યો પર ગંભીર ક્રિમિનલ કેસો પૂર્વ અને વર્તમાન મળીને કુલ ૧૬૭૫ સાંસદો પર બળાત્કાર હત્યા હત્યાનો પ્રયત્ન વગેરે જેવા ગંભીર કેસો છે વર્તમાન લોકસભાનાય ૫૪૩ માંથી ૨૩૩ સાંસદો અને રાજ્યસભાના ૨૩૩ માંથી ૭૧ નેતાઓ પર ગંભીર આરોપો છે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૧૬૨ દાગી સાંસદો ચૂંટાયા હતા ૨૦૧૪માં એ સંખ્યા વધીને ૧૮૫ અને ૨૦૧૯ માં ૨૩૩ની થઈ રાજનીતિને અપરાધ-અપરાધીમુક્ત ક્યારે બનાવીશું ? ગત વર્ષે દેશ ની ૧૬ હાઈકોર્ટમાં થયેલ સર્વે મુજબ ધારાસભ્યો અને સાંસદો પરના મળીને દેશમાં ૩૦૬૯ વિવિધ ગુનાના કેસો લાંબા ગાળાથી પેન્ડિંગ છે ક્રિમિનલ કેસવાળા નેતાઓ માટે પાર્લામેન્ટ કોઈ નવો કાયદો પસાર ના કરી શકે? જનતા એવા નેતાઓને ચૂંટ છે જેથી લોકસભામાં અપરાધીઓની સંખ્યા વધી રહી છે ઘણા દેશો આ બાબતે ભારે સજાગ છે બહારના વ્યક્તિ આપણા દેશ વિશે અયોગ્ય ટિપ્પણી કરે એનું દુઃખ લાગે જ પરંતુ આપણી રાજનીતિ પર અપરાધિક તત્ત્વો હાવી થઈ રહ્યાં છે એ હકીકત છે.ફેબ્રુઆરી-૨૦૨૦ માં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય આપેલો કે જો કોઈ પક્ષ અપરાધિક બેકગ્રાઉન્ડવાળા વ્યક્તિને ઉમેદવાર બનાવે તો તેણે એ બધા જ અપરાધિક મામલાઓની જાણકારી પક્ષની વેબસાઈટ પર સ્થાનિક અખબારોમાં અને સોશિયલ મીડિયા પર આપવી સાથે પક્ષે એ પણ ખુલાસો કરવો કે તેણે શા માટે અપરાધિક બેકગ્રાઉન્ડવાળા વ્યક્તિને ઉમેદવાર બનાવ્યો છે.કરુણાસભર કે પક્ષ બેશરમીથી આવા અપરાધીઓને ઉમેદવાર બનાવે તેમના અપરાધોની વિગતો મૂકે અને કારણમાં લખે કે એ વ્યક્તિથી સારો ઉમેદવાર એ વિસ્તારમાં બીજો કોઈ નથી અને એના પરના અપરાધો રાજનીતિથી પ્રેરિત છે આનાથી વધુ અસંવેદનશીલતા બીજી કઈ હોઈ શકે?
નેશનલ ક્રાઇમ રેકોર્ડના આંકડાઓ મુજબ ભારતમાં દરરોજ સરેરાશ ૯૦ થી વધુ મહિલાઓ પર બળાત્કાર અને ૮૫ થી વધુ મર્ડર થાય છે. સરેરાશ દર બે મિનિટે એક બળાત્કાર અને એક હત્યા થાય છે ૨૦૨૧માં કુલ ૩૧,૬૬૭ બળાત્કારના કેસ હતા જે વધીને વાર્ષિક ૩૫,૫૧૬ સુધી પહોંચ્યા છે અને ૨૦૨૧ ના હત્યાના ૨૯,૨૭૨ કેસ ઘટીને ૨૮,૫૨૨ સુધી પહોંચ્યા છે. નિર્ભયા રેપ કેસ બાદ આપણે ત્યાં મહિલાની સુરક્ષા તથા અપરાધીઓને સજા માટે અનેક કાયદાઓ બન્યા. વિમેન હેલ્પ લાઈનથી લઈને કડક અને ત્વરિત સજા સુધીનાં પ્રાવધાન થયાં હત્યા કેસ માટે ય કડક નિર્ણયો થયા આ અંગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્રએ હજુ વધુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે આ ગુનાઓમાં જો સંસદભવનમાં બેઠેલા નેતા ઓય સંડોવાયેલા હોય તો મત આપનાર જનતા એ પણ વિચારવાની જરૂર છે સૌએ સાથે મળીને એવી વ્યવસ્થા ગોઠવવી કે માણસ આવા જઘન્ય ગુનાઓ કરવાની હિંમત જ ના કરી શકે ગુનો કરતાં માણસને ડર લાગે આપણી જનતાંત્રિક વ્યવસ્થાના ૭૫ વર્ષનાં લેખાં-જોખાંમાં એ વાતે પુરવાર થઈ છે કે ચૂંટણીમાં જીતને જ સર્વોપરી માની લેવાય છે રાજનીતિમાં ધનબળ અને બાહુબળની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. અપરાધ અને રાજકારણનો આ સંબંધ લોકશાહીનાં મૂલ્યો અને પરંપરાઓ પર પ્રહાર કરે છે મમતા બેનર્જીની પાર્ટી જેવી પાર્ટીઓ પોતાના અપરાધિક નેતાઓને છાવરે છે તેમને રાજકીય આશ્રય આપે છે આવી સિસ્ટમ આપણે ખેલ મંત્રાલય ના નેતા દ્વારા જોઈ ખેલાડી ઓનો મોરચો ભલે વર્તમાન સતા પક્ષે દબાવ્યો પણ કાગડા બધે કાળા જ છે આવી જ રાજનીતિ ચાલતી રહી તો આવનારા દિવસોમાં આપણી લોકસભાનું દૃશ્ય અત્યંત બિહામણું અને બીભત્સ હશે દેશના જાગૃત મતદાતાઓનું એ દાયિત્વ બને છે કે આપણે સ્વચ્છ નેતાઓને જ પસંદ કરીએ. લોકસભાની ચૂંટણીનું પર્વ નજીક છે આપણે એ વખતે આપણું દાયિત્વ નિભાવીને આપણી લોકશાહીના મંદિરને પવિત્ર રાખવાના યજ્ઞકાર્યમાં ભાગીદારી નોંધાવીએ ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી માં મતદાન કરી અપરાધી મુક્ત સાંસદો ચૂંટી મોકલીએ એ આપણી પ્રથમ ફરજ બને છે સતાબળ થી આવતા બાહુબળ ઘનબળ ગમે તેવા નીતિ નિયમો કાયદા ઓ પછી પણ શું ? તાજેતર માં દેશ સર્વોચ્ચ ન્યાય પાલિકા એ રાજકીય પક્ષો ના ઇલે બોન્ડ ક્યારે વટાવ્યા ?કંઈ પાર્ટી ઓ પાસે કેટલી વેલ્યુ ના બોન્ડ છે ? સ્વયંત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર એ ૬ માર્ચ માં SBI પાસે થી ડેટા મેળવી ૧૩ માર્ચ સુધી માં પાર્ટી ઓની વેબ ઉપર સાર્વજનિક કરવાની તાકીદ પછી પણ શું ? સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર એ જવાબદારી પૂર્વક કે કાર્ય કરવાનું હતું તેના SBI એજ સુપ્રીમ કોર્ટ પાસે લાંબી મુદત માંગી રાજકીય પક્ષો પાસે ના ભંડોળ ઉપર પડદો રહેવો જ જોઇએ ને ? ઘનબળ છે તો બધા બળ સલામત છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.