સાયલા નાનચંદ્રજી મહારાજ શાળા માં કુદરતી આપતીઓ માં બચાવ માટે માર્ગદર્શન અપાયું. - At This Time

સાયલા નાનચંદ્રજી મહારાજ શાળા માં કુદરતી આપતીઓ માં બચાવ માટે માર્ગદર્શન અપાયું.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સ્કૂલના નોડેલ શિક્ષક શામજીભાઈ દ્વારા પ્રાર્થના કાર્યક્રમમાં દીકરીઓને કુદરતી કે કૃત્રિમ આપત્તિ વિશે વિશેષ સમજ આપવામાં આવી હતી.
આગ,ભૂકંપ,અતિવૃષ્ટિ જેવી ઘટના બને ત્યારે તેનાથી બચવા માટેના ઉપાયો અને અગમચેતી રૂપે રાખવાની સાવધાની વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
સ્કૂલની દીકરીઓને આગથી બચવા માટે શાળામાં ઉપલબ્ધ અગ્નિશામક યંત્રો જેવા કે કાર્બન ડાયોક્સાઇડની પ્રવાહી અને પાઉડર રૂપે ઉપલબ્ધ બોટલ્સ,અગ્નિશામક રેતી ભરેલી ડોલ અને અગ્નિશામક સ્ટ્રક્ચરના ઉપયોગ વિશે સમજ આપવામાં આવી અને ડેમો આપીને દીકરીઓને પ્રેક્ટિકલ કરાવ્યું હતું.
ભૂકંપ જેવી વિનાશકારી કુદરતી આપત્તિ સમયે સ્કૂલ,ઘર કે ઇમારતોમાં હોઈએ ત્યારે કઈ રીતે તેનાથી બચી શકાય તે માટે બાલવાટિકાથી ધો.૮ સુધીની તમામ દીકરીઓને પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી.આ માટે સ્કૂલના આચાર્યશ્રી દ્વારા સ્કૂલમાં સાયરન અને બેલ વગાડીને બાળકોને ભૂકંપની જાણકારીથી વાકેફ કરીને રૂમના ખૂણામાં,ટેબલ કે બેન્ચીસ નીચે અને જેટલા બાળકો ભાગી શકે તેટલા પોતાના માથા પર પોતાનું દફતર કે પોતાના હાથ માથા પર મૂકીને સ્કૂલના મેદાનમાં ભાગ્યા હતા.સ્કૂલના વિશાળ મેદાનમાં આપત્તી સમયે દરેક ધોરણના બાળકોને રૂમની બહાર નીકળીને મેદાનમાં પોતાના ધોરણની નિશ્ચિત કરેલી જગ્યા પર ઊભા રહી જવાનું રિહર્સલ કર્યું હતું.
શાળાના બિલ્ડિંગમાં આધુનિક સુવિધા સાથેની વિશાળ અગ્નિશામક પાઇપ લાઇન અને તેનું પાણીના ટાંકા સાથેનું જોડાણ તથા શાળાના મુખ્ય દરવાજા પાસે અગ્નિશામક પાણીના ટાંકાના જોડાણની પાઇપ લાઇન આવેલી છે.દરેક વિદ્યાર્થીઓને આ પાઇપ લાઇન અને તેના ઉપયોગ વિશે સમજ આપવામાં આવી હતી.
શાળાના વિશાળ મેદાન અને આપત્તિથી બચવા માટેના વિવિધ ઉપકરણો,સ્ટ્રક્ચર સાથેનું આધુનિક બિલ્ડિંગમાં તમામ ઉત્તમ સુવિધા સાથેની આ શાળામાં આજના કાર્યથી બાળકોને આપત્તિ સમયે બચવા માટેના ઉપાયોની વિશેષ સમજ મળી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image