શોષણ મુક્ત નારી સશકત ભારત થીમ ઉપર બોટાદ જીલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા મહિલા દિવસની ઉજવણી - At This Time

શોષણ મુક્ત નારી સશકત ભારત થીમ ઉપર બોટાદ જીલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા મહિલા દિવસની ઉજવણી


શોષણ મુક્ત નારી સશકત ભારત થીમ ઉપર બોટાદ જીલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા મહિલા દિવસની ઉજવણી

બોટાદ ખાતે આજરોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા બ્રહ્મ સમાજના હોલમાં ૨૩૨ મહિલાઓની હાજરી માં યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશન બોટાદનાં પીએસઆઈ,અભયમ ૧૮૧ નાં ઇન્ચાર્જ તેમજ ભારતીય મજદૂર સંઘનાં બોટાદ જિલ્લાનાં પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમા,જિલ્લા પ્રમુખ રાજુભાઈ,પ્રદેશ મંત્રી સમીરભાઈ દ્વારા બોટાદ જીલ્લાની વિવિધ ક્ષેત્ર માં ઉત્તમ યોગદાન આપનાર મહિલાઓની હાજરીમાં વિશાળ મહિલા શકિતનું પ્રદર્શન થયું ભારતીય મજદૂર સંઘ નાં પ્રભારી રાજેન્દ્રસિંહ બી ચુડાસમા એ મહિલા દિન નિમિતે હવે માત્ર ઘરેલુ હિંસા જેવા વિષયો સિવાય કોઈ મહિલા શોષિત નથી રહી દરેક ક્ષેત્રમાં એક વિશિષ્ઠ શકિત સાથે રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે આગળ વધતી મહિલાઓ ને અભિનંદન પાઠવ્યા.આ સમગ્ર કાર્યક્રમ બોટાદ જિલ્લાનાં અને ભારતીય મજદૂર સંઘનાં પ્રદેશ મંત્રી સમીરભાઈ એ વિશાળ સંખ્યામાં વિવિધ ક્ષેત્રના મહિલાઓને આમંત્રીત કરી ઉત્તમ રીતે મહિલા દિવસનું અયોજન કર્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.