લીલીયા મોટા માં ચાલી રહેલા વાસ્મો પાણી ની લાઈન નાં કામ માં દે ધના ધન - At This Time

લીલીયા મોટા માં ચાલી રહેલા વાસ્મો પાણી ની લાઈન નાં કામ માં દે ધના ધન


લીલીયા મોટા માં
હાલ માં ચાલી રહેલા વાસ્મો યોજના ની બેજવાબદાર કામગીરી થી લીલીયા ની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પણ સુતેલા તંત્ર ને કાંઈ ફેર પડતો નથી તેવુ જણાઈ રહ્યું છે પુરૂ લીલીયા ગામ હાલ કાદવ અને કીચડ માં ગરકાવ થઈ ગયેલ છે અને ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતી જણાઈ રહી છે ત્યારે જો ગામ માં પાણી ની લાઈનો નું ફીટીંગ અને સફાઈ કરાવવામાં નહી આવે અનેજો રોગચાળો ફાટી નીકળશે તો આની જવાબદારી કોણલેશે તેવો પ્રશ્ન લીલીયા નાં પુવૅ સરપંચ ખોડાભાઈ માળવીયા દ્વારા કરવામાં આવેલ છે હાલ ભરવાડ શેરી પટેલ ડેલી ક્રુષ્ણ ટેઈલર વાળી બજાર સંધીચોક વેલનાથ પ્લોટ સાંઈનાથ પ્લોટ નાવલી બજાર મેઈન બજાર જેવી જાહેર જગ્યાઓ છે જ્યાં ખુબજ ગંદકી અને ઉકરડા ઓનાં ગઢ ખડકાયેલા છે છેલ્લા ૧૦ દીવસ થી ટેલીફોનીક તેમજ મોખીક રજુઆત કરવા છતા પણ પાણી પુરવઠા બોર્ડ લીલીયા ડી.ઈ. તેમજ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર લેબલ કોન્ટ્રાક્ટર ને જાણ કરેલ છે તે છતા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી અને લીલીયા ગ્રામ પંચાયત ની અણ આવડત અને હલ્કી માનસિકતા નો ભોગ લીલીયા ની ભોળી પ્રજા બની રહેલ છે આ પ્રશ્ન જો ૨ દીવસ માં હલ કરવામાં નહી આવે તો કલેકટર શ્રી ડીડીઓ શ્રી ને લેખીત રજુઆત કરવામાં આવશે તેવું લીલીયા મોટા ના પુવૅ સરપંચ ખોડાભાઈ માળવીયા દ્વારા જણાવવા માં આવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.