શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળા દ્વારા અસ્થિર મગજ ના વ્યક્તિને લાખેણી થી પ્રયાગરાજ પોતાના ઘરે પહોચાડીને લોકોમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવેલ છે. - At This Time

શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળા દ્વારા અસ્થિર મગજ ના વ્યક્તિને લાખેણી થી પ્રયાગરાજ પોતાના ઘરે પહોચાડીને લોકોમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવેલ છે.


શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળા ના સંચાલક દીપકભાઈ સોલંકી કે જેઓ નિસ્વાર્થ ભાવે પેતો લૂલી લંગડી ગાયો તેમજ અન્ય માંદા પશુઓની પોતાની ગૌશાળામાં રાખીને નિસ્વાર્થ પણે સેવા કરે છે તેઓને આજથી ૨ વર્ષ પહેલા એક મંદબુધ્ધી ના આશરે ૩૫ થી ૪૦ વર્ષ ના ક્રિષ્ના નામના અજાણ્યા વ્યક્તિ મળ્યા હતા. અને તેઓ ભયંકર માંદગી થી પીડાતા હતા. દીપકભાઈએ પોતાની ગૌશાળામાં લાવીને તેની યોગ્ય સારસંભાળ કરીને સાજો કરેલ અને તેને ત્યાજ રાખેલ પરંતુ તે વ્યક્તિ દ્વારા કશી પણ વાત થતી ના હતી તે વ્યક્તિ કોઈને પણ કાય જણાવતા ના હતા. પરંતુ ૧૦-૧૫ દિવસ થી તે વ્યક્તિ ને ગાયોની સેવા કરતા કરતા અચાનક બધું યાદ આવતા દીપકભાઈ સોલંકી દ્વારા તે માહિતી એકત્ર કરીને પ્રયાગરાજ SP કચેરીએ સંપર્ક કરીને માહિતી આપતા ત્યાના અધિકારીએ ત્યાના કર્મચારીને આ માહિતીની તપાસ સોપેલ હતી .તે તપાશમાં આ વ્યક્તિએ આપેલ તમામ માહિતી સાચી નીકળતા તેના ઘર સુધી સંપર્ક કરવામાં દીપકભાઈ સફળ નીવડતા ત્યાંથી તેના કુટુંબી જનોને બોલાવીન દીપકભાઈ તે અસ્થિર મગજ ના વ્યક્તિને તેના ઘરે પહોચાડવામાં સફળ થયા હતા ત્યાર બાદ પ્રયાગરાજ થી તે વ્યક્તિમાં મામા લાલચંદ તેમજ તેમના ભત્રીજા રાજેશકુમાર જેઓ આજ રોજ લાખેણી રોહીશાળા રોડ પર આવેલ શ્રી વીર વચ્છરાજ ધામ ગૌશાળાએ પહોચીને તેના ગૌશાળાના સંચાલક દીપકભાઈ એ યેગ્યા પહેચાન આપીને તે વ્યક્તિને પોતાના વતન પરત મોકલી આપેલ છે મંદબુધ્ધી ના ક્રિષ્ના નામના વ્યક્તિને તેને તેના કુટુંબીજનો સાથે પરત મોકલવામાં એક નાનકડો કાર્યક્રમ યોજ્યો હતો . તેમજ આ કાર્યક્રમ માં ગૌશાળાના સંચાલક દીપકભાઈ સોલંકી તેમન તેમના ઘરના સભ્યો તેમજ ગ્રામજનોએ હાજર રહીને ક્રિષ્ના ને પોતાના ઘરે જવા માનવતા તે અંતે તેમાં મામા તેમજ ભત્રીજા સાથે પોતાના ઘરે (પ્રયાગરાજ) જવા નીકની ગયેલ છે
તેમાં મામાએ માહિતી આપી હતી કે આ ક્રિષ્ના આજથી ૧૪ વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયેલ છે અને આજે અમે એને ઘરે લય જતા ખુબજ લાગણી અનુભવીએ છીએ. અંતે તેમને દીપકભાઈ તેમજ ગ્રામજનોનો આભાર માન્યો હતો .

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.