સાવરકુંડલા મુકામે ૧૨૭ મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન - At This Time

સાવરકુંડલા મુકામે ૧૨૭ મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન


સાવરકુંડલા મુકામે ૧૨૭ મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા, શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ ભુરખીયાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ મુંબઇના આર્થિક સહયોગથી ૧૨૭મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ કબીર ટેકરી સાવરકુંડલા મુકામે તા.૨૪-૦૪-૨૦૨૫ ને ગુરુવારે સવારે ૯-૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ હતું.

નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલાના મહંતશ્રી નારાયણ સાહેબ અને ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ વેલજીભાઈ કટારીયા દ્વારા કરવામાં આવેલ અને તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને શુભેચ્છાઓ પાઠવી હતી અને વધુમાં વધુ દર્દીઓને લાભ લેવા અપીલ કરી હતી. આ કેમ્પમાં વડલી મંદિરના મહંતશ્રી રાજેશ્વરાનંદ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી, આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવનાર છે. આ ઉપરાંત નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૩૪  દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૪  દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ છે. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા.

જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુર ના નંબરની તપાસ કરવામાં આવેલ તેમજ કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે ૧૬ વ્યક્તિઓને રાહત ભાવે ચશ્મા બનાવી આપેલ હતા. હવેથી લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ચોથા ગુરુવારે કબીર ટેકરી સાવરકુંડલામાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થનાર છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન મનોજભાઈ કાનાણી, સેક્રેટરી લાયન ભદ્રેશસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ લાયન પ્રા. એમ. એમ. પટેલ તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. પ્રકાશભાઈ ચાવડા, શ્રી નિલેશભાઈ ભીલ, શ્રી અતુલભાઇ દવે, શ્રી હિંમતભાઈ કાછડીયા અને તેમની ટીમ તેમજ  શ્રી વિશાલભાઈ વ્યાસ, દીપકભાઈ કે. જોશી, ધરમશીભાઈ રતનશીભાઈ કટારીયા, મોહનલાલ નરશીભાઈ કટારીયા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ ઉપપ્રમુખશ્રી લાયન ઋજુલભાઈ ગોંડલીયાની યાદી જણાવે છે


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image