અમદાવાદમાં મેમ્કો વીર સાવરકર કોન્ફરન્સ હોલ માં આજે શિરોમણી ફાઉન્ડેશન આયોજિત વિધાર્થી સન્માન સમારોહ નો કાર્યકર્મ કરવામાં આવ્યો હતો. - At This Time

અમદાવાદમાં મેમ્કો વીર સાવરકર કોન્ફરન્સ હોલ માં આજે શિરોમણી ફાઉન્ડેશન આયોજિત વિધાર્થી સન્માન સમારોહ નો કાર્યકર્મ કરવામાં આવ્યો હતો.


આ સંસ્થા શિરોમણી ફાઉન્ડેશન દવ્રારા સમાજની ઉન્નતી અને વેચારિક જાગૃતિ માટે દર વર્ષે વિધાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે આ વખતે પણ વિધાર્થીઓ ને વધુ શિક્ષિત થાય અને સમાજ ને ઉપયોગી થવાની પેરણા મળે અને ભણવામાં વધુ તેજસ્વી બને તે હેતુ થી આ કાર્યકર્મ કરવામાં આવ્યો હતો આ કાર્યકર્મ માં તેજસ્વી વિધાર્થીઓ ને મેડલ અને શિલ્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યકર્મમાં ઘણા વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને તેમને શિલ્ડ આપવામાં આવ્યા હતા શિલ્ડના દાતા કુબેરનગરના સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર હતા વિધાર્થીઓ ને વધુ અભ્યાસ કરો તેવી ઉમદા પ્રેરણા આપી હતી અને દેશના બંધારણના ઘડવ્યા બાબા સાહેબ વિષે વક્ત્યવ્ય આપ્યું હતું. અને બાળકોએ પણ પોતાનું ડો.બી.આર આંબેડકર વિષે પોતના વિચારો રજુ કર્યા હતા
આ કાર્યક્રમના મુખ્ય મેહમાન કુબેરનગર વોર્ડ કોર્પોરેટર શ્રીમતી ઉર્મિલાબેન પરમાર હાજર રહ્યા હતા
તથા બીજા મુખ્ય મહેમાન શ્રી ટી. આર પરમાર શ્રી મંગલભાઈ સુરજકર, હિતેશભાઈ પટેલ
અને શિરોમણી ફાઉન્ડેશન ના પ્રમુખ મહેશભાઈ, ઉપ પર્મુખ ગૌતમભાઈ, મંત્રી રતિલાલ કોન્ટ્રાક્ટર અને
શિરોમણી ફાઉન્ડેશન ના સભ્યો પણ ઉપસ્તિથ રહ્યા હતા....દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image