જાયન્ટ્સ ગ્રુપના સભ્યો દ્વારા આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે મનો દિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવી પતંગોત્સવ ઉજવ્યો - At This Time

જાયન્ટ્સ ગ્રુપના સભ્યો દ્વારા આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે મનો દિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવી પતંગોત્સવ ઉજવ્યો


(કનુભાઈ ખાચર દ્વારા )
આજરોજ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં જાયન્ટ્સ ગ્રુપ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ગ્રુપના સભ્યો રાજુભાઈ ડેરૈયા, હરેશભાઈ પીઠવા, પ્રકાશભાઈ ભીમાણી વિગેરે ઉપસ્થિત રહેલ. પતંગ ઉત્સવ નિમિતે જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ અને સભ્યોએ બાળકો સાથે આત્કમીયતા થકી એક્મય બની પતંગ ઉડાવેલ. દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉડાવવાથી બાળકોમાં ખુશી તો હતી જ સાથો સાથ ગ્રુપના સભ્યોમાં પણ સરહાનીય કાર્ય બદલ આત્મીય આનંદ જોવા મળેલ. આ તકે જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા આસ્થા સ્નેહ નું ઘર બોટાદના દરેક દિવ્યાંગ તાલીમાર્થીઓને પતંગ, ગોળના લાડવા, શેરડી અને પંપૂડાનું વિતરણ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.