ગઢડા માર્કેટિંગ યાર્ડનું રૂપિયા 7.45 કરોડની રકમનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું - At This Time

ગઢડા માર્કેટિંગ યાર્ડનું રૂપિયા 7.45 કરોડની રકમનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું


વીમા કલેઇમ અંતર્ગત વારસદારને ત્રણ લાખનો ચેક અર્પણ

ગઢડા સ્વામીના મુકામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાંધારણ સભા તારીખ 25 માર્ચ 2024 એ જિલ્લા સહકારી અગ્રણી ઇફ્કો ન્યુ દિલ્હીના ડાયરેક્ટર અને સમિતિના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હૂબલના અધ્યક્ષ સ્થાને મળી હતી આ સભાની શરૂઆતમાં ગ્રુપ વીમા અંતર્ગત અકસ્માતે મૃત્યુ પામેલા તાલુકાના કાપરડી ગામના ખેડૂત ખાતેદાર સ્વ. વિઠ્ઠલભાઈ ઝાપડીયાના વારસદારને સહાય પેટે ₹3 લાખના ચેકનું વિતરણ કરાયું હતું તેમ જ આ બેઠકમાં આગામી વર્ષના બજેટનું આયોજન કરવામાં આવતા સમિતિના ચેરમેન સુભાષભાઈ હૂબલ વાઇસ ચેરમેન રજનીકાંતભાઈ રામપરા તેમજ યાર્ડના ડાયરેક્ટરોની ઉપસ્થિતિમાં રૂપિયા 7.45 કરોડની રકમનું તથા રૂપિયા 2.31 લાખની પુરાંતવાળુ વિવિધ ખેડૂત વિકાસલક્ષી બજેટ સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સમિતિના મુખ્ય યાર્ડ ગઢડા તથા સબ યાદ ઢસા ખાતે આગામી વર્ષના વિવિધ ખેડૂતલક્ષી વિકાસ કામો જેવા કે ખેડૂત ગેસ્ટ હાઉસ ખેતી માહિતી કેન્દ્ર માલસગ્રહ ગોડાઉન આરસીસી રોડ પેવર બ્લોક તથા પાર્કિંગ શેડ વગેરે બનાવવા માટે રૂપિયા ચાર કરોડ ફાળવવામાં આવ્યા છે આ બેઠકમાં ભા.ડી.કો. બેંકના ડાયરેક્ટર અને સહકારી અગ્રણી રવજીભાઈ રામપરા ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ માધુભાઈ વસાણી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ ગઢડા તાલુકા સંઘના પ્રમુખ હીરાભાઈ મકવાણા તેમજ તાલુકાના રાજકીય તથા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.