ગુરુજીશ્રી કુવરજીભાઈ બાવળિયા સાહેબને નમ્ર વિનંતી કરવા માટે આ લેખિત વિનંતી કરું છું. - At This Time

ગુરુજીશ્રી કુવરજીભાઈ બાવળિયા સાહેબને નમ્ર વિનંતી કરવા માટે આ લેખિત વિનંતી કરું છું.


મને અને મારી શાળાને નર્મદાના પાણીની ચોરી બાબતે ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરવા બાબત.

ભૂતપૂર્વ વિદ્યાર્થી, વીંછિયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને ઉમિયા શૈક્ષણિક સંકુલ-વીંછિયાના પ્રમુખ તરીકે કેરાળીયા ભૂપતભાઈ સુંદરભાઈ જણાવું છું કે આપ ગુરુજીશ્રી કુવરજીભાઈ બાવળિયા સાહેબને નમ્ર વિનંતી કરવા માટે આ લેખિત વિનંતી કરું છું. જસદણ તાલુકા સેવા સદનમાં જુલાઈ માસની ફરિયાદ સંકલન સમિતિમાં તમામ અધિકારીઓ વચ્ચે આપ સાહેબ દ્વારા કહેવામાં આવેલ છે કે ઉમિયા શૈક્ષણિક સંકુલ-વીંછિયામાં નર્મદાના પાણીની ચોરી કરવામાં આવે છે તો કેમ તપાસ કરતાં નથી આવી ખોટી રજુઆત કરીને ઊંચા અવાજે બોલીને અમારી શાળા ઉમિયા શૈક્ષણિક સંકુલ-વીંછિયાને અને કેરાળીયા ભૂપતભાઈ સુંદરભાઈને ખોટી રીતે બદનામ કરવાનું અને દબાવાનું બંધ કરો તો સારું છે. સાહેબ મારા ગુરુજીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને ખૂલ્લું આમંત્રણ આપુ છું કે ઢોલ નગારા સાથે એક હજાર વિદ્યાર્થીઓ ઉમિયા શૈક્ષણિક સંકુલ-વીંછિયામાં આપનું હાર્દિક સ્વાગત કરવા માટે અમારી તૈયારી છે. જસદણ વીંછિયાના ધારાસભ્ય તરીકે બિનકાયદેસર કનેક્શન અમારી શાળામાં હોય તો કપાવી નાખો. આપ છેલ્લા ૩૦ વર્ષથી ધારાસભ્ય છો અને તમારા મત વિસ્તારનાં બાળકોના પીવાના પાણી ઝુંટવી લેવામાં આપશ્રીને આનંદ મળતો હોય તો ઝુંટવી લ્યો. અમારી શાળા સિવાય વર્ષોથી ભાજપ સાથે અને અત્યારે કુંવરજીભાઈ બાવળિયા સાહેબની ધજા લઈને ભાજપનું કામ કરતાં ઓમકાર શૈક્ષણિક સંકુલના પ્રમુખ વલ્લભભાઈ ઝાપડીયાની શાળાના વિદ્યાર્થીઓને પીવાના પાણીની માંગણી હોવા છતાં આજ તારીખ સુધી પીવાના પાણીનું કનેક્શન આપી શક્યા નથી. તેવી જ રીતે વીંછિયા તાલુકાની હાથસણી સીમ શાળાના આચાર્યની વિદ્યાર્થીઓને પીવાના પાણીની માંગણી હોવા છતાં આજ તારીખ સુધી પીવાના પાણીનું કનેક્શન આપી શક્યા નથી. આવી વીંછિયા તાલુકામાં ઘણી શાળાઓ પાણીથી વંચિત છે. આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ પાણી પુરવઠા મંત્રી તરીકે વીંછિયા તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પીવાના પાણી માટેના નવા કનેકશનો તો અપાવી શક્યા નથી. આપની પહેલાં જે ભાજપ સરકારે શાળાઓની માંગણી મુજબ પીવાના પાણીનાં કનેકશન આપેલ છે તે વિદ્યાર્થીઓનાં મોઢામાંથી પાણી ઝુંટવવાનું આપના તરફથી બંધ કરો તો સારું છે સાહેબ.

ઉપરોકત બાબતે આપનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વીંછિયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી અને ઉમિયા શૈક્ષણિક સંકુલ-વીંછિયાના પ્રમુખ તરીકે કેરાળીયા ભૂપતભાઈ સુંદરભાઈ જણાવું છું કે ગુરુજીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને નમ્ર વિનંતી કરું છું કે અમારી શાળામાં નર્મદાના પાણીનું ખોટું કનેક્શન હોય તો કાપવા માટે અધિકારીઓ સાથે પધારો અને અમારી શાળા આપ સાહેબનું લાલ જાજમ પાથરી, ઢોલ નગારી અને ૧૦૦ કિલો ગુલાબની પાંદડીઓથી એક હજાર વિદ્યાર્થીઓ સ્વાગત કરવા માટે તૈયાર છે. તો આ બાબતે આપ સાહેબની અનુકૂળતાએ તારીખ અને સમય આપવા આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે.

નકલ રવાના

૧. ભુપેન્દ્રભાઇ પટેલ, મુખ્ય મંત્રીશ્રી, ગુ.રા. ગાંધીનગર
ર. સી. આર. પાટિલ, અધ્યક્ષશ્રી ભાજપ ગુ.રા.ગાંધીનગર

પૂર્વ મહામંત્રી -વીંછીયા તાલુકા ભાજપ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.