ઓગણીસ ગામ દસકોશી લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૯મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો - At This Time

ઓગણીસ ગામ દસકોશી લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ૨૯મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો


સિંગરવા ખાતે ઓગણીસ ગામ દસકોશી લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત ચોવીસ ગામનો ૨૯મો સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી યોજાયો. આ મહોત્સવનું આયોજન સિંગરવા ઓપન પાર્ટી પ્લોટમાં યજમાન અલકેશભાઇ જયંતીલાલ પટેલ દ્વારા સમાજના સમર્થન સાથે કરવામાં આવ્યું હતું.

પ્રભુતામાં પગલા ધરાવતાં દરેક નવદંપતિને 111 આસપાસની ભેટ સોગાત આપીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે અમેરિકા નિવાસી અને સમાજના ભૂમિદાતા કિરીટભાઇ રાવજીભાઇ પટેલના મોટાભાઇ પ્રદીપભાઇ રાવજીભાઇ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

મહોત્સવમાં અમદાવાદ પૂર્વના સાંસદ એચ.એસ. પટેલ સાહેબ ખાસ હાજર રહ્યા હતા. તેમજ ચોવીસ ગામના તમામ ટ્રસ્ટીઓ, વડીલો, યુવાનો, માતાઓ-બહેનો તથા સિંગરવા ગામના દરેક પાટીદાર પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો. સમાજના પ્રમુખ અને સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઇ પટેલ દ્વારા આ પ્રસંગે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

મહોત્સવ દરમિયાન ક્રિકેટના વિજેતા યુવા ખેલાડીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા.

આગામી વર્ષ 2026 અને 2027ના સમૂહ લગ્ન મહોત્સવનું યજમાની સન્માન નાજ ગામ દ્વારા હાથ ધરવામાં આવશે. 2028માં હાથીજણ ગામ અને 2029માં વટવાના ટ્રસ્ટી મહેશભાઇ છોટાભાઇ પટેલ સમૂહ લગ્નના ખર્ચ ઉપાડશે તેમ જાહેર કર્યું.

સમાજના ભૂમિદાતાઓ દ્વારા જમીન નોન એગ્રીકલ્ચર કરવામાં આવીને એક માસમાં ટ્રસ્ટને દસ્તાવેજ આપી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

લગ્ન વખતે કન્યાઓને શણગારેલી ડોલીઓમાં બેન્ડ-બાજાના સંગાથે લાવવામાં આવી હતી. હસ્તમેળાપ સમયે અતિશબાજીથી મહોત્સવનું સમગ્ર વાતાવરણ રોશન થયું.

આ પ્રસંગે મુંબઈની જાણીતી ગાયિકા જ્યોત્સનાબેન અને તેમની ટીમ દ્વારા મનમોહક લગ્નગીતોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

સમજના આ મહોત્સવને સમગ્ર પાટીદાર સમાજ માટે યાદગાર બનાવવામાં આવ્યો હતો.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image