નિવૃત્ત CRPF જવાન ઉપર જાહેરમાં હુમલો કરનાર આરોપીઓને ગણતરીનાં કલાકોમાં ઘરપકડ કરી બાલાસિનોર ટાઉન પોલીસ* - At This Time

નિવૃત્ત CRPF જવાન ઉપર જાહેરમાં હુમલો કરનાર આરોપીઓને ગણતરીનાં કલાકોમાં ઘરપકડ કરી બાલાસિનોર ટાઉન પોલીસ*


પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા નાઓની સુચના મુજબ અને મહે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.વળવીનાઓના માર્ગદર્શન હેઠળ શરીર સબંધી ગુન્હા અટકાવવા તથા ડીટેકશન કરવા સારૂ બાલાસિનોર ટાઉન ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી એમ.વી.ભગોરાનાઓએ સુચના આપેલ હોય
બાલાસિનોર ટાઉન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૨૨૪૦૦૩૩/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૨૫, ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનાં ગુન્હાના કામે આ કામનાં ફરીયાદી બળવંતસિંહ સુખાભાઇ સોલંકી રહે.બાલાસિનોર ૯૬/૧,ખોડીયાર નગર તા.બાલાસિનોર જી.મહીસાગર મુળ રહે ભાથલા તા.બાલાસિનોર જી મહિસાગર નાઓને તા.૦૬/૦૨/૨૦૨૪ ના કલાક ૧૮/૩૦ વાગ્યાના સુમારે મોજે બાલાસિનોર રાજપુરી દરવાજા ક્રિષ્ણા હોસ્પિટલ પાસે રોડ ઉપર મોટર સાયકલ પાર્ક કરવા બાબતે આ કામનાં આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરીયાદીને માથાનાં ભાગે તથા મોઢાના ભાગે લાકડાના દસ્તા વડે ફટકા મારી ઇજા કરી ફરીયાદીની મોટર સાયકલને નુક્શાન કરી ગમેતેમ ગાળો બોલી મહે,જીલ્લા મેજી.સા મહીસાગર-લુણાવાડા નાઓએ બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે પોલીસની ટીમ બનાવી આરોપીઓને ગણતરીનાં કલાકોમાં શોધી કાઢેલ છે.તેમજ આગળની વધુ તપાસ ચાલુ છે.

*પકડાયેલ આરોપી*

*(૧) સમીરભાઇ ઉર્ફે સોમો બાબુભાઇ મહેરા (૨) હિતેશકુમાર ઉર્ફ સોનુ રાજેશભાઇ મહેરા (૩) નિર્મલકુમાર ગીરીશભાઇ મહેરા (૪) જીગ્નેશભાઇ ઉર્ફ જીગો સુભાષભાઇ મહેરા* *તમામ રહે.બાલાસિનોર ભોઇવાડા તા.બાલાસિનોર જી.મહિસાગર*

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીનાં નામ –

(૧) શ્રી બી.આર.ગૌડ પ્રો.પોલીસ ઇન્સ્પેકટર

(૨) શ્રી કે.આર.ચાવડા પો.સબ.ઇન્સ્પેકટર

(૩) અ.પો.કો રીતેશકુમાર રમેશભાઇ બ.નં ૭૪૪

(૪) અ.પો.કો શૈલેષભાઇ ખેગારભાઇ બ.નં ૮૭૯

(૫) આ.પો.કો હર્ષ કાર્તિકભાઇ બ.નં ૪૭૭

(૬) અ.પો.કો સત્તાભાઈ કાળાભાઈ બ.નં ૮૭૨


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.