શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં નિવૃત્ત શિક્ષકો સાથે સ્ટાફ પાર્ટીનું આયોજન - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં નિવૃત્ત શિક્ષકો સાથે સ્ટાફ પાર્ટીનું આયોજન


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં નિવૃત્ત શિક્ષકો સાથે સ્ટાફ પાર્ટીનું આયોજન થયું................આજરોજ શાળામાં સ્ટાફ પાર્ટીનું આયોજન થયું હતું, જેમાં શાળાના 20 જેટલા નિવૃત શિક્ષકો હાજર રહ્યા હતા તેમજ 70 થી પણ વધુ કર્મચારી મિત્રોએ સાથે મળીને જુના સ્ટાફ રૂમમાં ભોજન લીધું હતું. નિવૃત્ત શિક્ષક મિત્રોએ પોતાની યાદો અને સંસ્મરણો વાગોળ્યા હતા. આ કાર્યક્રમમાં કેળવણી મંડળના કાર્યકારી અધ્યક્ષ શ્રી ગોપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે સ્ટાફ સેક્રેટરી શ્રી પુનિતભાઈ પટેલ તેમજ કારોબારી સભ્યો દ્વારા આયોજન થયું હતું. તેમાં તમામ સ્ટાફ મિત્રો એ સાથ અને સહકાર આપ્યો હતો. આજની સ્ટાફ પાર્ટીના દાતા શાળાના બાયોલોજી ટીચર શ્રી પી.જે.મહેતા હતા. તેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં પ્રાંત ઉપાધ્યક્ષ છે તથા જિલ્લા મંત્રી અને મીડિયા કન્વીનરની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમનું બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.