ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિ.નો ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિ.નો ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો


ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિ.નો ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

બોટાદની સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી તથા જિલ્લા કક્ષાનુ કાર્યક્ષેત્ર ધરાવતી ઝવેરચંદ મેધાણી નાગરિક શરાફી સહકારી મંડળીનો ભેટ વિતરણ નો કાર્યક્રમ સોસાયટીની ઓફીસમા અન્ય સભાસદોની હાજરીમા યોજાય ગયો.સોસાયટી તેના સ્થાપના સમય (૧૦ વર્ષ)મા આ ત્રીજી વખત સભાસદ ભેટ આપી રહેલ છે.ચાલુ વર્ષની સભાસદ ભેટ માર્કેટીંગ યાર્ડ બોટાદના ચેરમેન મનહરભાઈ માતરીયાના હસ્તે સભાસદ ભરતભાઈ ઉપાઘ્યાય અને નરેશભાઈ દેસાણીને ભેટ આપીને વિતરણનો પ્રારંભ કરાવેલબાકી રહેલા બોટાદ શહેર તથા જિલ્લાના સભાસદોને ભેટ વિતરણનો બિજો રાઉન્ડ ઉતરાયણ છી તા.૧૫/૧/૨૦૨૪ થી પ્રારંભ કરવામા આવશે.તો બાકી રહેલા સભાસદોએ પાસબુક સાથે લાવીને ભેટ લઈ જવા સોસાયટીના કાર્યવાહકોએ અપીલ કરેલ છે આ ભેટ વિતરણ કાર્યકૂમમા સોસાયટીના ચેરમેન સવજીભાઈ શેખ,સહિત ઉપસ્થીત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.