વિરપુર તાલુકાના ભાટપુરના પૂર્વ સરપંચના માથામાં હેલ્મેટ ફિટ બેસતું જ નથી... - At This Time

વિરપુર તાલુકાના ભાટપુરના પૂર્વ સરપંચના માથામાં હેલ્મેટ ફિટ બેસતું જ નથી…


ગામમાં ખલીનું ઉપનામ ધરાવતા પૂર્વ સરપંચ ફરજીયાત હેલ્મેટના નિયમથી પરેશાન...

ભાટપુરના પૂર્વ સરપંચની વ્યથા માથું મોટું છે, મારા માપની હેલ્મેટ મળતી જ નથી,ટ્રાફિકના નવા નિયમે તો ભારે કરી..

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામે ખલી તરીકે ઓળકાતા જુંજારસિંહને કુદરતે એવી કદ કાઠી આપી છે કે ફરજીયાત હેલ્મેટનો નવો નિયમ તેમના માટે ભારે પડી રહ્યા છે,
રાજ્યભરમાં ટ્રાફિકના નિયમમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જોકે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ભાટપુરાના ગામના પૂર્વ સરપંચ માટે આ કાયદો અનેક મુશ્કેલીઓ લઇને આવ્યો છે. પૂર્વ સરપંચ ઇચ્છે તો પણ કાયદાનું પાલન કરી શકે તેમ નથી અને પોલીસ પણ તેમને નિયમનું પાલન કરવાની ફરજ પાડી શકે તેમ નથી. કારણે છે પૂર્વ સરપંચનું તોતિંગ માથું મુશ્કેલી એ છે કે તેમના માપનુ હેલ્મેટ બજારમાં મળતુ જ નથી, જેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મૂકાયા છે.વિરપુર તાલુકાના ભાટપુર ગામના પૂર્વ સરપંચ જૂજારસિંહ બારૈયાનો શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શક્તા નથી આ પૂર્વ સરપંચ છ ફુટથી વધુની ઉચાઈ અને મજબૂત કદાવર બાંધો ધરાવે છે ગામમાં ખલી તરીકે ઓળકાતા જુંજારસિંહને કુદરતે એવી કદ કાઠી આપી છે કે ફરજીયાત હેલ્મેટનો નવો નિયમ તેમના માટે ભારે પડી રહ્યો છે ઉપરાંત તેમના માપના કપડાં કે ચંપલ કોઈ જગ્યાએ તૈયાર મળતાં નથી સાથે વિશાળ કાયા હોવાથી માથામાં હેલ્મેટ પણ ફીટ બેસતુ નથી...

(બોક્સ)ભાટપુર ગામના પૂર્વ સરપંચ જુંજારસિંહ બારૈયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા ટ્રાફિકના નિયમોનો અમલ શરુ થયો પોતે સરપંચ એટલે ગામના એક સમયના પ્રથમ નાગરિક તેઓએ સરકારના કાયદાનું પાલન કરવું એ પણ જરૂરી છે સ્થાનિક માર્કેટ ઉપરાંત મોટા માર્કેટમાં કંપનીમાં પણ તેમના માપની હેલમેટ મળી રહે તે માટે તપાસ કરી, પરંતુ તેમને મળી નથી આ પૂર્વ સરપંચને ૨૦૦ સીસીનું બાઈક પણ હંકારવા માટે નકામું છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image