માનવ સેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ થી શિશુવિહાર સંસ્થામાં વર્ષ - 1968 થી કાર્યરત પ્રભુકૃપા નેત્રયજ્ઞ.... - At This Time

માનવ સેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ થી શિશુવિહાર સંસ્થામાં વર્ષ – 1968 થી કાર્યરત પ્રભુકૃપા નેત્રયજ્ઞ….


માનવ સેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ થી શિશુવિહાર સંસ્થામાં વર્ષ - 1968 થી કાર્યરત પ્રભુકૃપા નેત્રયજ્ઞ....

ભાવનગર મનુષ્ય ની આંખ રત્ન સ્થાને , સર્વ શ્રેષ્ઠ છે. ઉંમર થતાં આંખોની દ્રષ્ટિ નબળી પડે ત્યારે સારવાર કરવી પડે છે...આ ભાવના થી શિશુવિહાર સંસ્થામાં 1968 થી નિયમિત રીતે નેત્રયજ્ઞો યોજાય છે...શિશુવિહાર ના નેત્રયજ્ઞ માં જ્ઞાતિ, જાતિ, ગરીબ - અમિરના ભેદ ભાવ વિના સૌને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે...દર્દીની સેવા અર્થે શિશુવિહાર ન સ્વયં - સેવકો હોય છે પરંતુ કુટુંબની એક વ્યક્તિ ને સાથે રાખવા છૂટ અપાય છે. જેથી નેત્રયજ્ઞમાં ભાવાત્મક વાતાવરણમાં પરિવાર માં યુવાન સભ્યો પણ વૃદ્ધ માવતરની સેવા અને ભક્તિ ના સંસ્કાર મેળવે...
વર્ષ 2001 થી 2023 સુધીમાં 477 નેત્રયજ્ઞો યોજાયા છે. પ્રત્યેક માસના ચોથા શુક્રવારે દર્દીઓને તપાસવામાં આવે છે તથા મોતિયા , ઝામર તેમજ આંખ સંબંધી અન્ય તકલીફ ધરાવતા દર્દીઓને ઓપરેશન કરી સારવાર આપવામાં આવે છે..ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી સરકાર તથા શિવાનંદ આઇ હોસ્પિટલ ની રાહબરી હેઠળ અવિરત સેવા મળતી રહી છે..શિશુવિહાર પ્રતિવર્ષ 24 નેત્રયજ્ઞ યોજે છે અને દર્દીઓને ઓપરેશન માટે વિરનગર ( રાજકોટ) મોકલી સારવાર માટે પહોચાડવામાં આવે છે...ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી પૂ.શ્રી ગુરુદયાલ મલ્લિકજી, દિવ્ય જીવન સંઘના આંતરરાષ્ટ્રીય પરમાઘ્યક્ષ સ્વામી ચિદાનંદજી મહારાજ , જૈનાચાર્ય શ્રી ચિત્રાભાનુજી, સ્વામી તદરૂપાનંદજી , શ્રી મોરારીબાપુ તથા દેશના અગ્રગણ્ય સંતો અને સેવકોના પાવન પગલે અને શુભાશિશ થી યોજાયેલ નેત્રયજ્ઞ નો મહિમા શિશુવિહાર ની 85 વર્ષની સેવાયાત્રા માં અગ્રસ્થાને છે.."માનવ સેવા એજ પ્રભુસેવા" ના મંત્ર ની મુઠી ઉંચેરા બનાવવાના યજ્ઞમાં સમાજના નાણાંનો અતિ પ્રમાણિક ઉપયોગ સેવામાં સુવાસ ભરે છે અને આથી સંસ્થા પરિસરમાં 67,812 દર્દીઓની આંખ તપાસ અને જરૂરિયાતમંદ 10,676 દર્દીઓને કોઈપણ તકલીફ વિના સર્જરીની સુવિધા પ્રભુ પિત્યર્થે આપી શકાય છે...જે નોંધનીય બને છે...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.